Home National Drdo Successfully Tests India New Ulpgm V3 Missile Pakistan Tension

ભારતની નવી ULPGM-V3 મિસાઇલથી પાકિસ્તાનમાં ફફડાટ : ટેન્ક અને ફાઇટર જેટ પળવારમાં થશે ધુઆં-ધુઆં, જાણો આ સ્વદેશી હથિયારની તાકાત

ULPGM-V3 missile
Image Credit: @DRDO_India
Published by: Nirali Gohil
Last Updated: May 20, 2026, 09:34 AM IST

India defence new: ભારતે સંરક્ષણ ક્ષેત્રે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરીને દુશ્મન દેશોની ઉંઘ હરામ કરી દીધી છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા એટલે કે ડીઆરડીઓ (DRDO) દ્વારા સંપૂર્ણપણે સ્વદેશી ટેક્નોલોજીથી વિકસાવવામાં આવેલી અત્યંત આધુનિક પ્રિસિઝન ગાઇડેડ મિસાઇલ ULPGM-V3 (યુએલપીજીએમ-વી૩) ના આખરી પરીક્ષણો સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવ્યા છે. આ મિસાઇલને માનવ રહિત હવાઈ વાહન (UAV) એટલે કે સૈન્ય ડ્રોન અને હેલિકોપ્ટરથી લોન્ચ કરવા માટે ખાસ ડિઝાઇન કરવામાં આવી છે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ પરીક્ષણો આંધ્રપ્રદેશના કુર્નૂલ નજીક આવેલા ડીઆરડીઓ ના ખાસ ટેસ્ટિંગ સેન્ટર ખાતે ઇન્ટિગ્રેટેડ ગ્રાઉન્ડ કંટ્રોલ સિસ્ટમ (GCS) નો ઉપયોગ કરીને કરવામાં આવ્યા હતા, જેમાં આ મિસાઇલ સિસ્ટમનું સંચાલન અને નિયંત્રણ સંપૂર્ણપણે સચોટ રહ્યું હતું.

આ મિસાઇલના સફળ પરીક્ષણના સમાચાર સામે આવતાની સાથે જ સરહદ પાર પાકિસ્તાની સૈન્ય કેમ્પમાં ભારે ફફડાટ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ભારતીય સેનાના ભાથામાં આ નવું બ્રહ્માસ્ત્ર સામેલ થવાથી યુદ્ધની સ્થિતિમાં સૈન્ય સંતુલન સંપૂર્ણપણે ભારતની તરફ નમી ગયું છે. ખાસ વાત એ છે કે આ મિસાઇલે 'હવા-થી-જમીન' (Air-to-Surface) અને 'હવા-થી-હવા' (Air-to-Air) બંને મોડમાં પોતાના આખરી પ્રદર્શનના માપદંડો બહુ જ સચોટતાથી સાબિત કર્યા છે. એટલે કે આ મિસાઇલ આકાશમાંથી જમીન પરના ટાર્ગેટને તો ધ્વસ્ત કરી જ શકે છે, સાથે-સાથે આકાશમાં ઉડી રહેલા દુશ્મનના ફાઇટર જેટ કે ડ્રોનને પણ તોડી પાડવા સક્ષમ છે.

પળવારમાં ટેન્ક અને ફાઇટર જેટ થશે ધુઆં-ધુઆં: જાણો મિસાઇલની ખાસિયતો

ULPGM-V3 મિસાઇલ આધુનિક યુદ્ધ પ્રણાલીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે, જેની ખાસિયતો નીચે મુજબ છે:

  • મલ્ટી-પ્લેટફોર્મ લોન્ચિંગ: આ મિસાઇલને માત્ર એડવાન્સ ડ્રોન જ નહીં, પરંતુ નાના લશ્કરી હેલિકોપ્ટર અથવા જમીન પરથી પણ દુશ્મન તરફ ફાયર કરી શકાય છે.

  • અચૂક નિશાન: આ એક પ્રિસિઝન ગાઇડેડ મિસાઇલ છે, જેનો અર્થ એ થાય કે એકવાર ટાર્ગેટ લોક થયા પછી દુશ્મન ગમે તેટલી કોશિશ કરે તો પણ તેનું બચવું અશક્ય છે. તે ગ્રાઉન્ડ પર રહેલી મજબૂત સૈન્ય ટેન્કોને સેકન્ડોમાં રાખના ઢગલામાં ફેરવી શકે છે.

  • એન્ટિ-જામિંગ ટેક્નોલોજી: આ મિસાઇલ 'જેમિંગ રેઝિસ્ટન્ટ સીકર' (Jamming Resistant Seeker) થી સજ્જ છે. એટલે કે યુદ્ધ દરમિયાન દુશ્મન દેશ ગમે તેટલા ઇલેક્ટ્રોનિક જામર્સ લગાવી દે, તો પણ આ મિસાઇલની સિસ્ટમને જામ કરી શકાશે નહીં અને તે પોતાનો રસ્તો ભટક્યા વિના ટાર્ગેટ પર ત્રાટકશે.

આ પણ વાંચો: 8મા પગાર પંચની ચર્ચા વચ્ચે કેન્દ્ર સરકારનો ઐતિહાસિક નિર્ણય: આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજનાનો બમ્પર લાભ!

પાકિસ્તાનમાં આ મિસાઇલના કારણે કેમ છે ભયનો માહોલ?

વર્ષ 2025 દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે 'ઓપરેશન સિંદૂર' વખતે સરહદ પર ભારે ઝડપ જોવા મળી હતી. આ સંઘર્ષ દરમિયાન ડ્રોન અને મિસાઇલોનો મોટા પાયે ઉપયોગ થયો હતો, જેમાં ભારતીય મિસાઇલોની તાકાત સામે પાકિસ્તાનનું આખું એર ડિફેન્સ સિસ્ટમ પત્તાના મહેલની જેમ તૂટી પડ્યું હતું. હવે ભારતે તેનાથી પણ વધુ ઘાતક અને અદ્યતન ULPGM-V3 મિસાઇલ તૈયાર કરી લીધી છે. આ મિસાઇલ પાકિસ્તાની આર્મીની ટેન્કો, બંકરો, ડ્રોન અને સરહદી ચોકીઓ (Border Posts) માટે સીધો અને સૌથી મોટો ખતરો બની ગઈ છે.

આ સિવાય અન્ય એક મોટું કારણ આર્થિક પણ છે. ભારતની આ મિસાઇલ સંપૂર્ણપણે 'મેક ઇન ઇન્ડિયા' (Make in India) અંતર્ગત દેશમાં જ બની હોવાથી વિદેશી મિસાઇલોની સરખામણીએ ઘણી સસ્તી છે. આથી ભારતીય સેના બહુ ટૂંકા સમયમાં મોટા પાયે તેનું ઉત્પાદન કરીને પોતાના ડ્રોન કાફલાને સજ્જ કરી શકે છે. બીજી તરફ, કંગાળી અને આર્થિક તંગી સામે ઝઝૂમી રહેલું પાકિસ્તાન આવી ટેક્નોલોજી માટે ચીન અને તુર્કી જેવા દેશો પર નિર્ભર છે અને તેની પાસે હાલમાં આ મિસાઇલનો સામનો કરી શકે તેવી કોઈ ડિફેન્સ સિસ્ટમ ઉપલબ્ધ નથી.

ડ્રોન હુમલાની વ્યુહરચના બદલાશે, ભારતીય પોસ્ટ સુરક્ષિત રહેશે

આ સફળ પરીક્ષણ બાદ હવે ભારતીય સેનાએ પોતાના જવાનોને જોખમમાં મૂક્યા વિના, માત્ર ડ્રોન હવામાં મોકલીને સરહદ પાર રહેલા આતંકી કેમ્પો અથવા પાકિસ્તાની સૈન્ય ચોકીઓને ગમે ત્યારે નેસ્તનાબૂદ કરવાની ક્ષમતા મેળવી લીધી છે. સંરક્ષણ નિષ્ણાતોના મતે, આ મિસાઇલ સેનામાં સામેલ થવાથી ઓછા તીવ્રતાવાળા સંઘર્ષો (Low-Intensity Operations) માં ભારતનો હાથ હંમેશા ઉપર રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now