ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ ડો.પ્રશાંત કોરાટ એક અખબારી યાદીમાં જણાવે છે કે આજ રોજ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ ડો.પ્રશાંત કોરાટના અધ્યક્ષતામાં યુવા મોરચાના આગામી કાર્યક્રમ અંગે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં યુવા મોરચાના જીલ્લા અને મહાનગરના પ્રમુખો તેમજ પ્રભારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક અંગે મીડિયાને માહિતી આપતા ડો.પ્રશાંત કોરાટે જણાવ્યું હતું કે, આ બેઠકમા કેન્દ્રિય જળશક્તિ મંત્રી તેમજ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીના માર્ગદર્શનમાં યુવા મોરચા દ્વારા આવનારા દિવસોમા જે વિવિધ કાર્યો કરવાના છે તે તેમજ ગત દિવસોમા જે કાર્યો કરવામાં આવ્યા છે તેની ચર્ચા કરવામાં આવી. આગામી 22 જૂનના રોજ તાજેતરમા યોજાયેલ ગ્રામ પંચાયતની ચૂંટણીમા જે નવયુવા કાર્યકર્તાઓ સરપંચ તરીકે ચૂંટાયા છે તે યુવાનોનો સંપર્ક યુવા મોરચાના કાર્યકર્તાઓ કરશે તેમજ 26 જૂલાઇના રોજ વિજય કારગીલ દિવસ નિમિત્તે ગામેડ-ગામડે અને વિવિધ શહેરોમા વિરશહિદો તેમજ મહાપુરુષોની પ્રતિમાની સ્વચ્છતા અભિયાન અને પુષ્પાજંલી નો કાર્યક્રમ યોજાશે.
કોરાટે વધુમાં જણાવ્યું કે, ઓગષ્ટ 1 થી 10 તારીખ સુધીમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમા નવા ચૂંટાયેલા સરપંચઓ કે જેમની ઉમંર 35 વર્ષથી નીચે છે તેમના ઘરે જઇ સંપર્ક કરી તેમનુ સન્માન કરવામાં આવશે. પંચાયત થી લઇ પાર્લામેન્ટ સુધી કામગીરીની પુસ્તિકા. અગત્યના ફોન નંબર તેમજ કયા કયા કામો તેવો કરી શકે છે તેની માહિતીની પુસ્તિકા પણ આપવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે આપણે જે કાર્યોની પ્રેરણા આપી છે જેમા એક પેડ મા કે નામ,ગામની અંદર દરેક બાળક સરકાર શાળામાં પ્રવેશ મેળવે આવા અનેક કામોની યુવા સરપંચો સાથે ચર્ચા કરવામાં આવશે.
તારીખ 10 થી 15 મહાનગરોમા આવેલ વિવિધ કોલેજો મા તિરંગા યાત્રાનુ આયોજન કરવામાં આવશે. 14 તારીખની સાંજે વિભાજન વિભિષીકા દિવસ નિમિત્તે યુવા મોરચા દ્વારા મશાલ રેલીનું આયોજન કરવામાં આવશે. કેચ ધ રેઇન યોજનામાં ગુજરાત પ્રથમ ક્રમાકે રહે તે માટે લોકોમા જાગૃતતા આવે તે માટે કાર્યો પણ યુવા મોરચા દ્વારા કરવામાં આવશે.






