Home Gujarat Dr Dr Kln Rao Becomes In Charge Dgp Of Gujarat

વિકાસ સહાય આખરે વય નિવૃત્ત! : ડો. કે. એલ. એન. રાવ બન્યા ઈન્ચાર્જ DGP, જાણો કોણ છે ડો કે લક્ષ્મીનારાયણ રાવ?

વિકાસ સહાય આખરે વય નિવૃત્ત!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 01, 2026, 04:41 AM IST

DGP પદેથી આખરે વિકાસ સહાયને વય નિવૃત્ત જાહેર કરી દેવાયા છે. 1989 બેચ IPS વિકાસ સહાયને વધુ એક એકસ્ટેન્શન આપવાની જગ્યાએ તેઓના અનુગામી તરીકે 1992 બેચના IPS ડો .કે. લક્ષ્મીનારણ રાવને રાજ્યના પોલીસ વડાનો હવાલો સોંપવામાં આવ્યો છે. રાજ્ય સરકારના ગૃહ વિભાગે મોડી સાંજે ચાર્જ સોંપવાની જાહેરાત કરી છે. ડો.કે.એલ.એન. રાવને કાયમી DGP બનાવવાની જગ્યાએ તેઓને ઈન્ચાર્જ DGP બનાવવામાં આવતા રાજ્યના પોલીસ બેડામાં વ્યાપક તર્ક વિતર્ક થઈ રહ્યાં છે.

ડો. કે. એલ.એન રાવ કોણ છે?

જન્મ: 26 ઓક્ટોબર 1967

અભ્યાસ: MSC.,PhD

વતન: ટીની, તેલંગાણા

બેચ: 1992

હાલનું પોસ્ટિંગ: CID ક્રાઈમના વડા

નિવૃત્તિ: ઓક્ટોબર 2027

વર્તમાનમાં CID ક્રાઈમ અને રેલવેમાં ડીજીપી છે

ડો કે લક્ષ્મીનારાયણ રાવ 2027માં નિવૃત્ત થવાના છે. તેમણે હિંમતનગર, ખેડા, મહેસાણા જેવા જિલ્લામાં જિલ્લા પોલીસ વડા તરીકે બજાવેલી છે. જે બાદ રાજકોટ રેન્જ ડીઆઈજી અને અમદાવાદમાં જોઈન્ટ પોલીસ કમિશનર પણ રહી ચૂક્યા છે. એટલું જ નહી ઘણા સમય સુધી ગુજરાતની જેલોના વડા તરીકે રહી ચૂકેલા છે. વર્તમાનમાં CID ક્રાઈમ અને રેલવેમાં ડીજીપી તરીકે ફરજ બજાવી રહ્યા છે.

કડક અધિકારીની છાપ

ડો કે લક્ષ્મીનારાયણ રાવ કડક અધિકારી તરીકે કામ કરવાની છાપ ધરાવે છે. સાથો સાથ કુનેહપૂર્વક રાજ્યની તમામ જેલોનું મેનેજમેન્ટ પણ કરી ચૂક્યા છે. તેમણે જેલમાં પણ કેદી ભાઇઓ માટે અનેક સારા કાર્યો થયા છે. જે કામગીરીએ સૌ કોઈનું ધ્યાન ખેચ્યું પણ છે. ત્યારે તેમની કરેલી કામગીરી અને કેડરથી તેમને ઈન્ચાર્જ DGP તરીકે નિમણૂક અપાઈ હોવાની ચર્ચા ચાલી રહી છે.

'પ્રજાનો વિશ્વાસ છે તે વધુ મજબૂત થાય તેવું કરીશું'

ડો. કે. એલ.એન રાવએ કહ્યું કે, આજે મને DGP ગુજરાતનો ઈન્ચાર્જ સોંપ્યો છે, હું ખૂબ ખૂબ આભારી છું. મારી કામગીરી ઉપર વિશ્વાસ રાખીને મને આ જવાબદારી સોંપી છે ત્યારે હું આશા રાખું છું કે, ગુજરાત રાજ્યની સુખાકારી, સલામતી માટે જે કંઈ ભૂમિકા હશે તે આપવા હું તત્પર રહીશ. જે રીતે વિકાસ સહાય આજે ત્રણ વર્ષ પૂર્ણ કરી નિવૃત્ત થઈ રહ્યાં છે, તેમણે જે કામગીરી શરૂ કરી છે તેને અમે આગળ ધપાવીશું. પ્રજાનો વિશ્વાસ જે પોલીસ પર છે તે વધુ મજબૂત થાય તેવું કરીશું'

'હું ખૂબ ખૂબ અભિનંદ આપું છું'

વિકાસ સહાયએ કહ્યું કે, 'હું ખૂબ ખૂબ અભિનંદ આપું છું, રાજ્યના નવા ઈન્ચાર્જ પોલીસ વડા ડો. કે. એલ.એન રાવની નિમણૂક છે. મને ચોક્કસ વિશ્વાસ છે કે, એમની કામગીરી રહી છે તેનાથી વધુ ઉત્તમ કામગીરી રહેશે. આ તબક્કે મને મારી ત્રણ વર્ષની કામગીરી રહી છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રીનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરૂ છું. મારા પર વિશ્વાસ રાખીને આ જવાબદારી આપવામાં આવી હતી. સાથો સાથ તમામ અધિકારીઓ અને કર્મચારીઓનો પણ આભાર માનું કે તેમણે ખૂબ જ સાથ અને સહકાર આપ્યો છે'

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now