જમ્મુ-કાશ્મીરના પહલગામમાં મોટો આતંકી હુમલો થયો છે. આતંકવાદીઓએ પ્રવાસીઓના સમૂહને નિશાન બનાવ્યું છે. આ જઘન્ય આતંકવાદી હુમલામાં અત્યાર સુધીમાં 30 લોકોના મોતની પુષ્ટિ થઈ છે જેમાં બે વિદેશી અને એક સ્થાનિક નાગરિકનો સમાવેશ થાય છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શ્રીનગર પહોંચી ગયા છે. પ્રવાસીઓ પર થયેલા હુમલાને કારણે દેશભરમાં શોકનો માહોલ છે.અન્ય દેશોના અગ્રણી નેતાઓએ પણ આ જઘન્ય આતંકવાદી હુમલા પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે.
US President Donald Trump posts, "Deeply disturbing news out of Kashmir. The United States stands strong with India against Terrorism. We pray for the souls of those lost, and for the recovery of the injured. Prime Minister Modi, and the incredible people of India, have our full… pic.twitter.com/51HBnnhf0L
— ANI (@ANI) April 22, 2025
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, "કાશ્મીરથી ખૂબ જ પરેશાન કરનારા સમાચાર સામે આવ્યા છે. આતંકવાદ સામેની લડાઈમાં અમેરિકા ભારતની સાથે મક્કમપણે ઊભું છે. અમે માર્યા ગયેલા લોકોની આત્માની શાંતિ અને ઘાયલોની ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરીએ છીએ. વડાપ્રધાન મોદી અને ભારતના અતુલ્ય લોકોને અમારું સંપૂર્ણ સમર્થન અને ઊંડી સહાનુભૂતિ છે. અમારી સંવેદના તમારા બધા સાથે છે!"
હું આતંકવાદ સામેની લડાઈમાં ભારત પ્રત્યેની મારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરું છુંઃ પુતિન
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા અંગે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. પુતિને કહ્યું કે હું આતંકવાદના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓ સામે લડવામાં ભારતીય ભાગીદારો સાથે સહયોગને વધુ વધારવા માટે મારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરું છું.
President of Russia Vladimir Putin extended condolences to President of India Droupadi Murmu and Prime Minister of India Narendra Modi over the tragic consequences of the terrorist attack in Pahalgam, Jammu and Kashmir.
— ANI (@ANI) April 22, 2025
He said, " Esteemed Mrs President, Esteemed Mr Prime…
યુએસ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સે આતંકવાદી હુમલા પર શોક વ્યક્ત કર્યો હતો
અમેરિકી ઉપપ્રમુખ જેડી વેન્સે કહ્યું છે કે હું ભારતના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. છેલ્લા કેટલાક દિવસોથી આપણે આ દેશ અને તેના લોકોની સુંદરતા જોઈને અભિભૂત થઈ ગયા છીએ. અમારા વિચારો અને પ્રાર્થના તેમની સાથે છે કારણ કે અમે આ ભયાનક હુમલા પર શોક વ્યક્ત કરીએ છીએ. જેડી વેન્સ હાલમાં ભારતના પ્રવાસે છે.






