Home Gujarat Domestic Violence Law Does Not Apply To Husbands Girlfriend

પતિની ગર્લફ્રેન્ડ સામે નહીં થઈ શકે ઘરેલું હિંસાનો કેસ : હાઈકોર્ટનો હુકમ

પતિની ગર્લફ્રેન્ડ સામે નહીં થઈ શકે ઘરેલું હિંસાનો કેસ
Published by: OBS Bureau
Last Updated: Apr 28, 2025, 04:56 PM IST

ગુજરાત હાઈકોર્ટમાં દાખલ એક અરજીએ મહત્વનો વળાંક લીધો છે. એક મહિલાએ પોતાની સામે ચાલી રહેલી ફરિયાદ રદ્દ કરવાની માંગ કરી હતી, જેના પર હાઈકોર્ટએ સુપ્રીમ કોર્ટના પુરાવાનો હવાલો આપીને સ્પષ્ટ કર્યું કે, પતિની ગર્લફ્રેન્ડ કુટુંબજનોમાં આવતી નથી અને તેથી તેના પર ઘરેલું હિંસાનો કેસ લાગુ પડી શકતો નથી. આ આધારે હાઈકોર્ટે મહિલા સામેની તમામ કાનૂની કાર્યવાહી રદ્દ કરી દીધી છે.


શું છે આખો કેસ?

વર્ષ 2010માં, એક પત્નીએ રાજકોટ મહિલા પોલીસ મથકે પતિ અને તેની ગર્લફ્રેન્ડ વિરુદ્ધ ઘરના ત્રાસ અને ધમકી જેવી કલમો હેઠળ ફરિયાદ દાખલ કરી હતી. મહિલાનો આરોપ હતો કે પતિ તેને છૂટાછેડા માટે દબાણ કરતો હતો અને ગર્લફ્રેન્ડ પણ તેને સતત હેરાન કરતી હતી.

2019માં દાખલ કરાઈ હતી અરજી
અરજદાર ગર્લફ્રેન્ડે 2019માં ફરિયાદ અને ચાર્જશીટ રદ્દ કરવા અરજી કરી હતી. હાઈકોર્ટે નિર્દેશ આપ્યો કે પતિની ગર્લફ્રેન્ડ સામે ઘરેલું હિંસાનો કાયદો લાગુ પડતો નથી અને ફરિયાદમાં કોઈ ઠોસ પુરાવા પણ નથી. પરિણામે, હાઈકોર્ટએ ફરિયાદ અને સમગ્ર કાનૂની કાર્યવાહી રદ્દ કરવાનો હુકમ આપ્યો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now