ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ શહેરોના પછાત વિસ્તારોમાં આવેલ સૂચિત સોસાયટીઓના દસ્તાવેજીકરણમાં આવી રહેલી અડચણોને દૂર કરવા તથા આ પ્રક્રિયાને વધુ સરળ, પારદર્શક અને લોકોને સુલભ બનાવવાના હેતુથી ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રી જગદીશ પંચાલ, રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા, મહેસૂલ સચિવ જ્યંતિ રવિ તથા સંબંધિત અધિકારીઓની ઉપસ્થિતિમાં બેઠક યોજવામાં આવી.
શહેરોના પછાત વિસ્તારોની સૂચિત સોસાયટીના દસ્તાવેજ મેળવવામાં કોઈ અડચણ ન આવે, દસ્તાવેજી પ્રક્રિયાને વધુ સરળ અને સરળતાથી સુલભ બનાવવા માટે માન. મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjpજીની સૂચનાથી સાથી મંત્રી શ્રી @MLAJagdishજી સાથે મહેસૂલ સચિવશ્રી, સંબંધિત ઉચ્ચ અધિકારીશ્રીઓની બેઠક સંપન્ન થઈ. pic.twitter.com/C1ZFHemVWa
— Praful Pansheriya (@prafulpbjp) May 15, 2025
આ બેઠકમાં દસ્તાવેજીકરણની હાલની પ્રક્રિયાને સરળ બનાવવા, જરૂરી કાયદાકીય સુધારા કરવા તથા વિકાસના મુખ્ય પ્રવાહમાં પછાત વિસ્તારોના નાગરિકોને લાવવા માટે શક્ય તેટલા સંવેદનશીલ અને જનહિતના નિર્ણયો લેવા અંગે ચર્ચા થઈ.
રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે, શહેરોના પછાત વિસ્તારોમાં આવેલી એવી સૂચિત સોસાયટીઓના નાગરિકોને, જેઓ વર્ષો સુધી પોતાનું રહેઠાણ હોવા છતાં દસ્તાવેજી માલિકી મેળવવામાં અક્ષમ રહ્યા છે, તેમને માટે દસ્તાવેજીકરણની પ્રક્રિયા સરળ બનશે.
વધુમાં મંત્રીએ જણાવ્યું કે, આ નિર્ણયથી નાગરિકો પોતાના મિલકતના અધિકાર સાથે નાણાકીય, શૈક્ષણિક તથા અન્ય કાયદાકીય લાભો પ્રાપ્ત કરી શકશે. સાથે સાથે પછાત વિસ્તારોનો નકશો પણ શહેરના મુખ્ય ધારા સાથે સંકળાઈ શકશે, જે રાજ્યના સર્વાંગી વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.





