Home Gujarat Distribution Of Counting Forms To Over 5 Crore Voters In Gujarat Voter List Revision 100 Complete

ગુજરાતમાં મતદાર યાદી સુધારણા ઝુંબેશ વધી આગળ : 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મ વિતરણ 100% પૂર્ણ, ડિજીટાઈઝેશનમાં ડાંગ સૌથી આગળ

ગુજરાતમાં મતદાર યાદી સુધારણા ઝુંબેશ વધી આગળ
Published by: OBS Bureau
Last Updated: Dec 03, 2025, 09:28 AM IST

Gujarat Voter List Revision: ભારત ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં ચાલી રહેલી મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (Special Intensive Revision-2025) ઝડપભેર આગળ વધી રહી છે. રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી હારીત શુક્લાની આગેવાનીમાં CEO કચેરીની ટીમે મહત્વની સફળતા હાંસલ કરી છે.

મુખ્ય સિદ્ધિઓ

2025ની મતદાર યાદીમાં નોંધાયેલા 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મ (ફોર્મ-12બી) નું વિતરણ 100% પૂર્ણ.

રાજ્યના 33માંથી મોટાભાગના જિલ્લાઓમાં ફોર્મ વિતરણનું લક્ષ્યાંક પૂરો થયો, બાકીના જિલ્લાઓમાં પણ અંતિમ તબક્કામાં.

ડિજીટાઈઝેશનમાં 100% પૂર્ણ થયેલા વિધાનસભા મતવિસ્તાર

લીમખેડા (દાહોદ)

ધાનેરા (બનાસકાંઠા)

થરાદ (બનાસકાંઠા)

ધોરાજી (રાજકોટ)

ડિજીટાઈઝેશનમાં ટોચના 10 જિલ્લા

ડાંગ – 93.55%

ગીર સોમનાથ – 89.62%

મોરબી – 89.07%

સાબરકાંઠા – 89.00%

બનાસકાંઠા – 88.96%

મહીસાગર – 88.91%

છોટા ઉદેપુર – 88.81%

પંચમહાલ – 87.88%

અરવલ્લી – 87.67%

સુરેન્દ્રનગર – 87.45%

ગણતરી દરમિયાન મળી આવેલી મુખ્ય વિસંગતતાઓ

અવસાન પામેલા મતદારો: ~16 લાખ

સરનામે ગેરહાજર મતદારો: 4.40 લાખથી વધુ

સ્થળાંતરિત મતદારો: 23 લાખથી વધુ

રિપીટ/ડુપ્લિકેટ મતદારો: 2.82 લાખથી વધુ

આ તમામ વિસંગતતાઓને દૂર કરીને મતદાર યાદીને સંપૂર્ણપણે શુદ્ધ અને અદ્યતન બનાવવાની કામગીરી ઝડપથી ચાલુ છે. ગણતરી તબક્કો 11 ડિસેમ્બર 2025 સુધી ચાલશે. CEO કચેરીએ રાજ્યભરના તમામ BLO (બૂથ લેવલ ઓફિસર) ની મહેનત અને સમર્પણની સરાહના કરી છે અને કોઈપણ તકલીફ હોય તો સ્થાનિક ચૂંટણી કચેરીનો સંપર્ક કરવા જણાવ્યું છે. ગુજરાતની મતદાર યાદી વિશ્વની સૌથી શુદ્ધ અને અદ્યતન યાદીઓમાં સ્થાન મેળવે તે માટેનું આ મહાઅભિયાન સફળતાપૂર્વક આગળ વધી રહ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now