Devayat Khavad controversy: કલાકાર દેવાયત ખવડ ફરી એકવાર વિવાદમાં ઘેરાયા છે. તાલાલા ગીરના ચિત્રોડ ગામે દેવાયત ખવડ અને તેના માણસો બાબલ કરી હોવાની વિગતો સામે આવી છે. ફોર્ચ્યુનર કાર અને કિયા ગાડી સામે સામે અથડાઈ હતી. જેમાં ફોર્ચ્યુનર કારમાં દેવાયત ખવડ અને તેના માણસો સવાર હોવાની પણ માહિતી સામે આવી છે. આ ઘટનામાં એક વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
જૂનો વિવાદ ફરી તાજો થયો?
આ સમગ્ર ઘટના બાબતે ચર્ચા એવી છે કે, થોડા મહિનાઓ અગાઉ ભગવતસિંહ ચૌહાણ, ધ્રુવરાજસિંહ ચૌહાણ, રામભાઈ ચૌહાણ, મેઘરાજ સિંહ અને અન્ય ચાર લોકો તેમજ સામે દેવાયત ખવડ અને તેમના માણસો વચ્ચે બબાલ ચાલી રહી છે. ત્યારે અમદાવાદના સનાથલમાં રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ સહિતના ત્રણ લોકો કાલે ચિત્રોડ ગામે ક્રિષ્ના હોટેલમાં રોકાયા હતા. ધ્રુવરાજસિંહ ચૌહાણે પોતે ગીરમાં હોવાનું સ્ટેટસ મૂક્યું હતું. જે સમગ્ર બાબતની જાણ દેવાયત ખવડ અને તેના માણસોને થતા તે લોકોએ વોચ રાખીને બબાલ કરી હોઈ શકે.
''પ્રાથમિક તપાસ શરૂ કરી દેવામાં આવી છે''
PI જે એન ગઢવીએ જણાવ્યું હતું કે, ''અમને આ અંગેની માહિતી મળતા જ અમારી ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી તેમજ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. સાથો સાથ દેવાયત ખવડ અને તેના માણસો હોવાની વિગત સાથે પ્રાથમિક તપાસ શરૂ કરી દેવામાં આવી છે''.
દેવાયત ખવડના વિવાદનો લિસ્ટ
દેવાયત ખવડ-મયૂરસિંહ રાણાનો વિવાદ
ટિકટોક ગર્લ કીર્તિ પટેલ સાથે વિવાદ
બ્રિજરાજદાન ગઢવી સાથે વિવાદ
સરદાર પટેલ વિશે અપમાનજનક બોલવાનો વિવાદ
પૂર્વ CM રૂપાણીના વાઇરલ વીડિયોની મજાક

_d1394ca0-b163-4e2e-a4a6-757c8dd3274f.jpg)




