Home Gujarat Deputy Mamlatdar Chandrasinh Mori Arrested By Ed In Surendranagar

સુરેન્દ્રનગરમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ED દ્વારા ધરપકડ : કલેક્ટરના ઘરે 14 કલાક ચાલ્યું સર્ચ ઓપરેશન

સુરેન્દ્રનગરમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ED દ્વારા ધરપકડ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 24, 2025, 08:55 AM IST

Surendranagar ED Action : સુરેન્દ્રનગર જિલ્લાના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ બાદ EDની ટીમ આરોપી ચંદ્રસિંહ મોરીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટની વિશેષ અદાલતમાં રજૂ કરવા પહોંચી હતી. આ મામલે વધુ પૂછપરછ અને મહત્વના પુરાવાઓ એકત્ર કરવા માટે ED દ્વારા કોર્ટ સમક્ષ આરોપીના 14 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી છે.

ચંદ્રસિંહ મોરીની ED દ્વારા ધરપકડ

કોર્ટમાં રજૂઆત દરમિયાન આરોપીને નજીકની મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ ન કરવાના મુદ્દે વિશેષ અદાલતે EDને શરૂઆતમાં ખખડાવ્યું હતું. કોર્ટે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે શા માટે આરોપીને સીધા નજીકની કોર્ટમાં રજૂ ન કરવામાં આવ્યો. જેના જવાબમાં EDએ કોર્ટને જણાવ્યું હતું કે કેસની ગંભીરતા અને સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને આરોપીને સ્પેશ્યલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે.

14 કલાક સુધી સર્ચ ઓપરેશન ચાલ્યું

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર પટેલના નિવાસસ્થાન તેમજ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરે વહેલી સવારથી EDના દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી માટે આઠથી વધુ વાહનો અને ભારે પોલીસ બંદોબસ્ત સાથે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કલેક્ટરના નિવાસસ્થાને સતત લગભગ 14 કલાક સુધી સર્ચ ઓપરેશન ચાલ્યું હતું.

સુરેન્દ્રનગરના એક વકીલની પણ ભૂમિકા હોવાનું સામે આવ્યું

તપાસ દરમિયાન અનેક દસ્તાવેજો અને મહત્વની માહિતી એકત્ર કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર મામલે સુરેન્દ્રનગરના એક વકીલની પણ ભૂમિકા હોવાનું સામે આવ્યું છે, જેના પગલે તપાસનો દાયરો વધુ વિસ્તરે તેવી શક્યતા છે.

દિલ્હી પોલીસમાં નોંધાયેલી ખંડણીની ફરિયાદ તપાસ

કોર્ટને ED એ જણાવ્યું કે, દિલ્હી પોલીસમાં નોંધાયેલી ખંડણીની એક ફરિયાદની તપાસ કરતા આરોપી સામે વાંધાજનક મટીરિયલ મળી આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, કેસની ગોપનીયતા રાખવા મીડિયાને કોર્ટ રૂમમાંથી બહાર કઢાયું હતું. આરોપીને શરૂઆતમાં લીગલ એડમાંથી વકીલ અપાયો હતો પરંતુ બાદમાં તેને પોતાના વકીલ તરીકે ખાનગી વકીલની માંગ કરી હતી

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now