Home Gujarat Demolition Near Modi Stadium Ahead Of Commonwealth Games

કોમનવેલ્થ ગેમ્સ પહેલાં મોદી સ્ટેડિયમ પાસે ડિમોલિશન : મોટેરા વિસ્તારમાં 29 મકાનો તોડવાની કાર્યવાહી શરૂ

કોમનવેલ્થ ગેમ્સ પહેલાં મોદી સ્ટેડિયમ પાસે ડિમોલિશન
Play Video
Published by: OBS Bureau
Last Updated: Nov 29, 2025, 09:25 AM IST

Commonwealth Games 2025 : આગામી કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને અમદાવાદના મોટેરા વિસ્તારમાં મોટાપાયે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રાખવા માટે 24 મીટર પહોળાઈનો ટીપી રોડ ખુલ્લો કરવાનો નિર્ણય લેવાતા આજે વહેલી સવારથી મકાનો તોડવાનું કામ શરૂ થયું.

કોમનવેલ્થ ગેમ્સ પહેલાં મોદી સ્ટેડિયમ પાસે ડિમોલિશન

મોટેરા વિસ્તારના બળદેવનગરમાં કુલ 29 જેટલા રહેણાક અને કોમર્શિયલ દબાણો દૂર કરવાની કાર્યવાહી મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. પ્રાથમિક તબક્કામાં 15 મકાન તોડવામાં આવ્યા છે, જ્યારે સાંજ સુધીમાં તમામ 29 મકાનો ધ્વસ્ત કરવાની કામગીરી પૂર્ણ થશે. સમગ્ર કાર્યવાહી સાબરમતી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કરવામાં આવી રહી છે જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે.

હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી

ડિમોલિશન રોકવા માટે સ્થાનિક રહેવાસીઓએ હાઇકોર્ટમાં અરજી કરી હતી, પરંતુ હાઇકોર્ટે આ અરજી નકારી દીધી હતી. પરિણામે કોર્પોરેશનને ટીપી રોડ ખુલ્લો કરવાની મંજૂરી મળતા કાર્યવાહી શરૂ કરવામાં આવી. નવા ટીપી રોડ મારફતે મોદી સ્ટેડિયમ પાસે બનનારા કોમનવેલ્થ ગેમ્સના એક્વાટિક સ્ટેડિયમ સુધી સીધી ઍક્સેસ મળી રહેશે, જેના કારણે આ માર્ગનું ખુલ્લું કરવું જરૂરી માનવામાં આવ્યું. આ ઉપરાંત મોદી સ્ટેડિયમ પાછળ કરોડો રૂપિયાના ખર્ચે નવું SVP એન્ક્લેવ બનાવવા પણ આયોજન કરવામાં આવી રહ્યું છે, જે સમગ્ર વિસ્તારમાં નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને વેગ આપશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now