Home International Dehradun Same Family 7 Member Committed Consuming Poison In Panchkula

પંચકુલામાં સામૂહિક આત્મહત્યાએ દેશમાં સનસનાટી મચાવી : બાગેશ્વર ધામની કથા સાંભળી પરત ફરતા સમયે એક જ પરીવારના 7 લોકોએ કારમાં પીધું ઝેર

પંચકુલામાં સામૂહિક આત્મહત્યાએ દેશમાં સનસનાટી મચાવી
Published by: OBS Bureau
Last Updated: May 27, 2025, 08:01 AM IST

દહેરાદુનના પંચકુલાથી મોટી ઘટના સામે છે. અહીં એક જ પરિવારના 7 સભ્યોએ કારમાં ઝેર પીને આત્મહત્યા કરી લીધી છે. પંચકુલાના સેક્ટર 27માં એક ઘરની બહાર રસ્તા પર પાર્ક કરેલી કારમાં સાતેય લોકોના મૃતદેહ જોવા મળ્યા હતા. આ મૃતકોમાં 42 વર્ષીય પ્રવીણ મિત્તલ, તેમના માતા-પિતા, પ્રવીણની પત્ની, બે પુત્રીઓ અને એક પુત્ર સહિત ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ મળી આવી છે.

પોલીસને ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ મળી
આ પરીવાર હનુમાન કથામાં ભાગ લેવા માટે દેહરાદૂનથી પંચકુલા આવ્યો હતો. મીડિયા રીપોર્ટ અનુસાર પરિવારના સભ્યો દેવામાં ડૂબેલા હતા અને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા. પંચકુલાના ડીસીપી હિમાદ્રી કૌશિકે જણાવ્યું હતું કે, અમને માહિતી મળી હતી કે છ લોકોને ઓજસ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. જ્યારે અમે હોસ્પીટલ પહોંચ્યા ત્યારે અમને ખબર પડી કે તે બધા મૃત્યુ પામ્યા હતા. જ્યારે અન્ય એક વ્યક્તિને સેક્ટર 6 સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો તેને પણ હોસ્પિટલમાં હાજર ડોકટરે મૃત જાહેર કર્યો હતો.

પરીવારના 7 લોકોએ કારમાં પીધું ઝેર
દેહરાદૂનના વતની પ્રવીણ મિત્તલ પોતાના પરિવાર સાથે પંચકુલાના બાગેશ્વર ધામમાં આયોજિત હનુમાન કથા કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યો હતો. કાર્યક્રમ પૂરો થયા પછી, દેહરાદૂન પરત ફરતી વખતે સામૂહિક આત્મહત્યા કરી હોવાની માહિતી સામે આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
વિદેશી ફોટોગ્રાફરે હાથીને ગુલાબી રંગીને કહ્યું- 'I DON'T USE AI'
ઈરાનના તેલ પર અમેરિકાની નજર
મિસાઇલ શક્તિમાં કોણ છે વિશ્વમાં નંબર 1?
ઈરાને અમેરિકાનું E-3 Sentry વિમાન તોડી પાડ્યું
Play Video
યુદ્ધ વચ્ચે US માં' No Kings Protest'