Home International No Kings Protest America Trump Iran War News

યુદ્ધ વચ્ચે US માં' No Kings Protest' : 50 રાજ્યોમાં 3000થી વધુ પ્રદર્શન, જાણો શું છે કારણ

ડોનાલ્ડ ટ્રમ્પ પાછળ પ્રદર્શનો
Published by: Chintan Chavda
Last Updated: Mar 29, 2026, 05:14 AM IST

US No Kings Protest: અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ સામે “No Kings” નામે શરૂ થયેલા વિરોધ પ્રદર્શનોએ ફરી એકવાર વિશાળ સ્વરૂપ ધારણ કર્યું છે. 28 માર્ચ 2026 ના રોજ સમગ્ર અમેરિકામાં હજારો સ્થળોએ યોજાયેલા આ પ્રદર્શનમાં લાખો લોકો જોડાયા હતા. આને અમેરિકાના ઇતિહાસનું સૌથી મોટું વિરોધ પ્રદર્શન માનવામાં આવે છે.

આ પ્રદર્શન માત્ર એક મુદ્દા પૂરતું મર્યાદિત નથી, પરંતુ ઈરાન સાથે ચાલી રહેલા સંઘર્ષ, ઇમિગ્રેશન નીતિઓ, મોંઘવારી અને લોકશાહી સંસ્થાઓ અંગે ચિંતા જેવા અનેક મુદ્દાઓને આવરી લે છે.

50 રાજ્યોમાં 3000થી વધુ પ્રદર્શન

આ પરદર્શનને અમેરિકાના ઇતિહાસના મોટા વિરોધોમાંથી એક માનવામાં આવે છે. આંદોલનકારીઓ દ્વારા જણાવ્યા મુજબ, દેશભરમાં 3,000 થી વધુ “No Kings” રેલીઓ યોજાઈ હતી, જેમાં મોટા શહેરો ઉપરાંત નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકો મોટી સંખ્યામાં જોડાયા.

અમેરિકામાં 'No Kings' પ્રોટેસ્ટ દરમિયાન, ન્યૂયોર્ક, વોશિંગ્ટન, શિકાગો અને ડલાસ જેવા મોટા શહેરોમાં વિશાળ ભીડ જોવા મળી હતી, જ્યારે નાના શહેરોમાં પણ મોટા પ્રમાણમાં લોકોએ આ પ્રદર્શનમાં ભાગ લીધો હતો.

આ પ્રદર્શન માત્ર અમેરિકામાં જ નહીં, પરંતુ પેરિસ, ટોક્યો અને સિડની જેવા આંતરરાષ્ટ્રીય શહેરોમાં પણ યોજાયા, જે આ આંદોલનની વૈશ્વિક અસર દર્શાવે છે.

ઈરાન યુદ્ધ અને ટ્રમ્પની નીતિઓ વિરુદ્ધ ગુસ્સો

“No Kings” પ્રદર્શન પાછળના મુખ્ય કારણોમાં ટ્રમ્પ સરકારની તાજેતરની ઈરાન સામેની સૈન્ય કાર્યવાહી મુખ્ય છે. આ યુદ્ધને કારણે અમેરિકામાં અસંતોષ વધ્યો છે. આ સિવાય, કડક ઇમિગ્રેશન નીતિઓ, નાગરિક અધિકારો મુદ્દે ચિંતા, મોંઘવારી અને આર્થિક દબાણ, આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રમાં ઘટાડા જેવા મુદ્દાઓએ લોકોને રસ્તા પર ઉતરવા પ્રેર્યા છે.

પ્રખ્યાત ચહેરાઓ પણ જોડાયા

આ પ્રદર્શનમાં રાજકીય નેતાઓ અને સેલિબ્રિટીઓએ પણ ભાગ લીધો. સેનેટર બર્ની સેન્ડર્સ અને જાણીતા કલાકારો જેમ કે રોબર્ટ ડી નિરો અને બ્રુસ સ્પ્રિંગસ્ટીન જેવા ચહેરાઓએ પણ લોકો સાથે જોડાઈ વિરોધ વ્યક્ત કર્યો. મિનેસોટામાં યોજાયેલ મુખ્ય રેલીમાં લાખો લોકો જોડાયા હતા, જે આંદોલનનું કેન્દ્રબિંદુ બની.


આ પણ વાંચો: ટ્રમ્પની મોટી વ્યૂહરચના? : ઈરાન તણાવ વચ્ચે 3,500 મરીન સાથે USS ત્રિપોલી તૈનાત, પશ્ચિમ એશિયામાં યુદ્ધની ગંધ ગાઢ

કેટલીક જગ્યાએ અથડામણ અને ધરપકડ

જ્યાં મોટાભાગના પ્રદર્શન શાંતિપૂર્ણ રહ્યા, ત્યાં કેટલાક શહેરોમાં હિંસક ઘટનાઓ પણ નોંધાઈ. ડલાસ અને લોસ એન્જલસમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ થતાં ધરપકડ અને ઇજાના બનાવો પણ સામે આવ્યા. તેમ છતાં, આયોજકો દ્વારા મોટા ભાગે આંદોલનને શાંતિપૂર્ણ રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

સરકાર અને રાજકીય પ્રતિક્રિયા

ટ્રમ્પ સમર્થકો અને રિપબ્લિકન નેતાઓએ આ પ્રદર્શનને “ડાબેરી અતિરેક” તરીકે ગણાવ્યું, જ્યારે ડેમોક્રેટ્સે તેને લોકશાહી બચાવવા માટેનું મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું. વ્હાઇટ હાઉસ દ્વારા આ પ્રદર્શનને ગંભીરતાથી લેવામાં આવ્યું નથી અને તેને રાજકીય પ્રેરિત ગણાવવામાં આવ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ટ્રમ્પની મોટી વ્યૂહરચના?
ઇરાન-અમેરિકા યુદ્ધમાં નવો વળાંક?
PM મોદીએ સાઉદીના ક્રાઉન પ્રિન્સ સાથે કરી વાત
યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર