એક તરફ રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે બીજી તરફ પાણીની તંગીની ઘટનાઓ સામે આવતી રહે છે. આ વચ્ચે પાણી પુરવઠામંત્રી કુંવરજીભાઇ બાવળિયાનું નિવેદન સામે આવ્યું છે. રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં પાણીની તંગીને લઈને કુંવરજીભાઇ બાવળિયાએ આજી અને ન્યારી ડેમની મુલાકાત લીધી.અહી તેમણે રૂડા વિસ્તારમાં આવતા ગ્રામ્ય વિસ્તારોના પાણી માટે શું કરી શકાય તે અંગે ચર્ચા કરવા અંગે જણાવ્યું હતું. તેમજ કહ્યું હતું કે, અધિકારીઓની સાથે બેઠક કરવામાં આવશે. ધોળી ધજા ડેમમાંથી પાણી આપી શકાય તે માટે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવશે. સાથે જ રૂડાના ગ્રામ્ય વિસ્તારમાં પીવાનું પાણી પહોંચાડવામાં આવશે. તેમજ મોરબીના ડેમમાં પાટિયા લગાવવાનું કામ શરૂ કરવામાં આવશે. મોરબીમાં પણ પાણીની મુશ્કેલી નહિ પડવા દેવામાં આવે.
સાથે જ તેમણે સરકારી અનાજના જથ્થામાં મુદ્દે કહ્યું કે, સરકારી ગોડાઉનમાં કોઈ જ વધારાનો જથ્થો નથી પડેલો.વરસાદને કારણે અનાજ ન પલળે તેની સૂચના આપવામાં આવશે.ઇ-KYC કરવા માટે આ મહિનો છેલ્લો છે. NFSC કાર્ડ હોલ્ડરોએ તાત્કાલિક ઇ-KYC કરાવી લેવા અપીલ કરી છે. પૂરતો અનાજનો જથ્થો છે જ આપવામાં આવે જ છે. વધુમાં તેમણે કમોસમી વરસદથી ખેડૂતોને નુકસાનનો મુદ્દ વાત કરી હતી. કુંવરજીભાઇ બાવળિયાએ જણાવ્યું હતું કે ખેડૂતોને નુકસાન મામલે કૃષિમંત્રી અને મુખ્યમંત્રીના ધ્યાને છે. સર્વે કરવા આદેશ આપવામાં આવશે. તેમજ ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં આવશે.
"ખાડિયાના ધારાસભ્ય અને આખી કોગ્રેસની માનસિકતા અસ્થિર થઈ ગઈ છે": ઈમરાન ખેડાવાલાના નિવેદન બાદ ભૂષણ ભટ્ટનો વળતો જવાબ






