Home Gujarat Debris Removed From Chandola Lake Now A Wall Will Be Built Around It

ચંડોળા તળાવમાં કાટમાળ દૂર કરાયો : હવે તેની આસપાસ બનાવાશે દિવાલ

ચંડોળા તળાવમાં કાટમાળ દૂર કરાયો
Published by: OBS Bureau
Last Updated: May 02, 2025, 05:13 PM IST

અમદાવાદના ચંડોળા તળાવમાં મેગા ડીમીલેશન કાર્યવાહી આાગામી દિવસોમાં ચાલુ રહેશે. તેમજ હાલ કાટમાળ દૂર કરવામાં આવશે. આ સિવાય કાટમાળ દૂર કરવામાં આવ્યા બાદ તળાવ પરના પાળા દૂર કરવામાં આવશે. તેમજ દબાણ દૂર કર્યા બાદ તે જગ્યાએ દિવાલ બનાવવામાં આવી રહી છે. નોંધનીય છે કે, જે દબાણ દૂર કરવામાં આવ્યા છે તે બાંગ્લાદેશી લોકોના અને ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોના દબાણ દૂર કરાયા છે.

મળતી માહિતી અનુસાર ચંડોળા તળાવમાં ગેરકાયદેસર દબાણ દૂર કરાયા બાદ હવે તેની આસપાસ દિવાલ બનાવવામાં આવશે. આ સિવાય ડિમોલિશન બાદ ચંડોળા તળાવને પાણીથી ભરવામાં આવશે. તેમજ જે લોકો સ્વૈછિક રીતે ખાલી નહીં કરે તેવા મકાનો સામે કાર્યવાહી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ચંડોળા તળાવ વિસ્તારમાં આવેલા ગની પથ્થર વાળાના ગેરકાયદેસર બાંધકામને તોડવાની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે કરવામાં આવી હતી. લેબર કોલોની સહિતના 15 થી 20 જેટલા બાંધકામોને આજે તોડી પાડવામાં આવ્યા છે. ચંડોળા તળાવમાં અત્યાર સુધી કોર્પોરેશન દ્વારા 4000 જેટલા કાચા-પાક મકાનો અને ઝૂંપડાના બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે અને હવે તમામ કાટમાળ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આગામી બે-ત્રણ દિવસ સુધી આ કાર્યવહી ચાલુ રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now