ભરૂચ રેલવે સ્ટેશન પર એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં એક પ્રેમી પંખીડાએ ટ્રેન નીચે પડતું મૂક્યું હતું. મળતી માહિતી મુજબ, યુવક અને યુવતી બંને મધ્યપ્રદેશના રહેવાસી હતા. તેઓએ સાથે મળીને આત્મઘાત કરવાની કોશિશ કરી હતી. ઘટનામાં યુવકને ગંભીર ઈજા પહોંચતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું, જયારે યુવતીને ગંભીર હાલતમાં તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
પોલીસે તપાસ હાથધરી
આ ઘટનાથી રેલવે સ્ટેશન પર હડકંપ મચી ગયો હતો અને લોકોએ તુરંત રેલવે પોલીસને જાણ કરી હતી. પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ યુવતીના નિવેદન બાદ વધુ વિગતો બહાર આવવાની શક્યતા છે.
મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો
યુવતીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે જ્યારે યુવતના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે તેમજ પરિવારજનો પોલીસ સંપર્ક સાંધી રહી છે. પ્રેમ સંબંધિત મુદ્દે બનતી આવી ઘટનાઓને લઈને ફરી એકવાર સમાજમાં પ્રેમ સંબંધોમાં પડતાં યુવાનોની મનોસ્થિતિ અને સામાજિક દબાણ પર પ્રશ્નચિહ્ન ઊભા થયા છે.






