અમદાવાદની સિવિલ હોસ્પિટલના ડેન્ટલ વિભાગના ડીન 15 લાખની લાંચ લેતા ઝડપાયા હતા. આરોગ્ય વિભાગના અધિક સચિવ દિનેશ પરમાર ફરાર હતા, જેની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરીને 3 દિવસમાં રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ACB દ્વારા દિનેશ પરમારના ઘરે સર્ચ શરૂ કરવામાં આવ્યું છે.
બંને આરોપીઓની 15 લાખના લાંચ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. અધિક સચિવ દિનેશ પરમારના 3 દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ કરવામાં આવી રહી છે. આરોપીને અડાલજ ખાતેના ઘરે ACB દ્વારા સર્ચ કરવમાં આવી રહી છે. આરોપીનું બેન્ક લોકર સીઝ કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય કોઈ મિલકત છે કે કેમ તે બાબતની તપાસ કરવામાં આવી રહી છે. આરોપી ફરાર થઈને પોતાના સ્વજન અને ધાર્મિક સ્થળો પર ફરતો હતો, તે બાબતની પણ તપાસ કરવામાં આવી રહી છે. જે પણ વ્યક્તિએ આરોપીની મદદ કરી હશે તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.
ACBના DYSP જી. બી. પઢેરિયાએ જણાવ્યું હતું કે, આરોપી છ મહિના અગાઉ જ રીટાયર્ડ થયો હતો. તે 11 મહિનાના આધારિત કોન્ટ્રાક્ટ પર આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતો હતો. આરોપીના ફાળવેલું સરકારી મકાન પણ તેને પરત આપી દીધું હતું. આરોપીની મિલકત અંગે તપાસ કરવામાં આવી રહી છે. ગેરકાયદેસર મિલકત મળી આવશે તો તેમાં પણ ગુનો નોંધવામાં આવશે. આ ઉપરાંત પાનકાર્ડ મેળવીને વધુ તપાસ કરવામાં આવી રહી છે. અન્ય કોઈ વ્યક્તિ પાસેથી આરોપીએ પૈસા લીધા હોય તો ACBને જાણ કરવી.
"ખાડિયાના ધારાસભ્ય અને આખી કોગ્રેસની માનસિકતા અસ્થિર થઈ ગઈ છે": ઈમરાન ખેડાવાલાના નિવેદન બાદ ભૂષણ ભટ્ટનો વળતો જવાબ





