Home Gujarat Date On Date For Discharge Application In Fire Case

અગ્નિ કાંડ કેસમાં ડિસ્ચાર્જ અરજીને લઈ તારીખ પર તારીખ : સેશન્સ કોર્ટમાં 22 તારીખ પડી,આરોપીઓ વકીલ ન રાખતા થયું મોડું

અગ્નિ કાંડ કેસમાં ડિસ્ચાર્જ અરજીને લઈ તારીખ પર તારીખ
Published by: OBS Bureau
Last Updated: Jul 17, 2025, 10:50 AM IST

રાજકોટ અગ્નિ કાંડ સર્જાયો તેને એક વર્ષ કરતા વધુ સમય થઈ ગયો છે. ત્યારે સ્વજનો ગુમાવ્યા તેઓને હજુ પણ ક્યારે ન્યાય મળશે તેની રાહમાં બેઠા છે. અગ્નિ કાંડમાં એક નહીં બે નહીં પરંતુ 27 વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. અગ્નિ કાંડ કેસમાં અત્યાર સુધીમાં સેશન્સ કોર્ટમાં 22 તારીખ પડી ચૂકી છે.

અત્યાર સુધીમાં 22 મુદ્દતો સેશન્સ કોર્ટમાં પડી ચૂકી છે. તેમજ આજ સુધીમાં 4 જેટલા આરોપીઓને હાઇકોર્ટમાંથી રાહત મળતા તેઓ હાલ જામીન પર મુક્ત છે. તો બીજી તરફ સમગ્ર કેસ સેશન્સ કમિટ થયા બાદ પણ આરોપીઓ દ્વારા પોતાના વકીલ રોકવામાં ન આવતા ઘણા સમય સુધી કોર્ટની ટ્રાયલની કામગીરીમાં અવરોધ ઉભો થઈ રહ્યો છે.ડિસ્ચાર્જ અરજી અંગે નિર્ણય આવી જતા આજરોજ આરોપનામું ઘડાશે. આજે કોર્ટમાં મનસુખ સાગઠિયા સહિતના આરોપીને કોર્ટમાં લાવવામાં આવ્યા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now