કોંગ્રેસે ભાજપ પર ડગરી ગાય મુદ્દે આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસ નેતા મનહર પટેલે કહ્યું કે, ''આદીવાસી સંસ્કૃતિ સાથે જોડાયેલી “ડગરી” ગાય માતાને દુર કરીને આદીવાસી સંસ્કૃતિ અને સમાજનુ અપમાન કરી રહી છે'' આ અગે તમેણે કહ્યું કે, ''મુળવાત એમ છે કે આણંદ કૃષિ યુનિવર્સિટીને આદીવાસી સમાજ અને સંસ્કૃતિ સાથે કોઇ સંબંધ નથી અને તેમના દ્વારા ગૌ-માતા “ડગરી” ને પંજીકૃત કરાવવામા આવી રહી છે. જે આદીવાસી સંસ્કૃતિ અને ધરોહરનુ અપમાન કરી તેનો અધિકાર છીનવ્યો છે જેનો કોંગ્રેસ પક્ષ વિરોધ કરે છે. અને આદીવાસી સમાજની માંગ છે કે “ડગરી” ગૌ માતાનુ પંજીકૃત આદીવાસી સમાજ સાથે જોડી કરવામા આવે'' .
કોંગ્રેસે આણંદ કૃષિના વીડિયો અંગે શું કહ્યું?
કોંગ્રેસે કહ્યું કે, ''આ વિષયમા આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા ગૌ-માતા “ડગરી”નો એક વીડિઓ બનાવવામાં આવેલ છે, તેમાં ગૌ-માતા “ડગરી”ની લગ્ન પ્રસંગે દહેજમાં આપ-લે થાય છે, ઉપરાંત તેમણે ગૌ-માતા “ડગરી”ને સંકર જાત તરીકે વર્ણવી છે, આ તદ્દન પાયા વિહોણી વાત છે. જે ગૌ-માતા “ડગરી”નું તેમજ સમગ્ર આદિવાસી સંસ્કૃતિ – સમાજ અને સભ્યતાનું અપમાન છે. ઉપરાંત આ વીડિઓમા ડગરી માતાને માત્ર ગુજરાતનાં અમુક જિલ્લા અને મધ્યપ્રદેશના વિસ્તારમાં જોવા મળે છે,તે પણ સત્યથી વેગળી વાત છે''.
કોંગ્રેસે શું માંગ કરી?
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના પ્રવકતા મનહર પટેલે માંગ કરી છે કે, ''આદીવાસી સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલ ડગરી ગૌ માતા અંગે આણંદ કૃષિ યુનિવર્સિટીના કોઈ વૈજ્ઞાનીકે પોતાના કે યુનિવર્સિટી નામે રાષ્ટ્રીય કક્ષાએ પંજીકૃત કરાવેલ હોય તો તે એક અપરાધ ગણી રદ કરવુ જોઈએ. અને સદીયોથી ત્રણેય રાજ્યોના સમસ્ત આદિવાસી સમાજ ડગરી ગૌ માતાને પોતાનો અંશ તરીકે સ્વીકારી તેનો ઉછેર અને સંવર્ધન કરે છે તેના નામે પંજીકૃત કરવામાં આવે''
જાણો ડગરી ગાય વિશે?
ડગરી ગૌ માતા આદિવાસી વિસ્તારની એક આગવી ઓળખ છે અને તે માત્ર ગુજરાત જ નહીં પરંતુ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશનાં સ્થળોએ સદીઓથી રેવા - નર્મદા મૈયાની ડગરે ડગરે જોવા મળતી ગાય છે અને જેથી જ સદીઓથી લોકવાયકા પ્રમાણે તે “ડગરી” તરીકે ઓળખાય છે.
ગુજરાતના દરિયાકાંઠે હાઈ-એલર્ટ: જામનગર બાદ કચ્છમાં પણ મરીન ટાસ્ક ફોર્સનું કડક પેટ્રોલિંગ, જાણો શું છે ખતરો






