Home Gujarat Cyber Slavery Gang Busted In Vadodara

વડોદરામાં સાયબર સ્લેવરી ગેંગનો પર્દાફાશ : મહિલા એજન્ટ ઝડપાઈ, આંતરરાષ્ટ્રીય ગેંગના નેટવર્કનો થયો ખુલાસો

વડોદરામાં સાયબર સ્લેવરી ગેંગનો પર્દાફાશ
Published by: OBS Bureau
Last Updated: Nov 25, 2025, 12:44 PM IST

Gujarat Cyber ​​Crime : ગુજરાત સાયબર ક્રાઇમ સેલના હાથે મોટી સફળતા લાગી છે. વિદેશમાં ઊંચા પગારની નોકરીની લાલચ આપી ગેરકાયદે દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશોમાં મોકલી માનવ તસ્કરી અને સાયબર સ્લેવરી કરાવતી આંતરરાષ્ટ્રીય ગેંગના નેટવર્કનો ખુલાસો થયો છે.

વડોદરાની મહિલા એજન્ટ પકડાઈ

સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ, ગાંધીનગરની ટીમે વડોદરાની પાયલ પ્રદીપસિંહ ચૌહાણને ઝડપી લીધી છે. આરોપી ભારતના લોકોને ડેટા એન્ટ્રીની નોકરીની ઓફર આપી મ્યાનમાર સહિતનાં વિસ્તારોમાં મોકલતી હતી, જ્યાં ચાઈનીઝ ગેંગ પાસપોર્ટ–મોબાઇલ લઈને લોકોને બાંધક રાખી ક્રિપ્ટો સ્કેમ, ડેટિંગ સ્કેમ, પોન્ઝી સ્કીમ અને ફિશિંગ જેવા સાયબર ગુના કરાવતા હતા.

સાયબર સ્લેવરી ગેંગનો પર્દાફાશ

ભારત સરકાર અને I4Cની મદદથી અત્યાર સુધી આશરે 4 હજાર ભારતીયોને સાયબર સ્લેવરીમાંથી મુક્ત કરાયા છે. પકડાયેલી મહિલાના મોબાઇલ, લેપટોપ, iPad સહિતનો મુદ્દામાલ કબજે લેવાયો છે. ર્પાસ દરમિયાન ક્રિકેટ સટ્ટા, ઓનલાઈન ગેમિંગ આઈડી અને ક્રિપ્ટો લેવડદેવડમાં પણ સામેલ હોવાનો ખુલાસો થયો છે. સાયબર સેલે નોકરીની લાલચમાં આવી વિદેશ જવા અંગે સતર્ક રહેવાની અપીલ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
Surendranagar: ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢમાં નકલી MBBS ડોક્ટર ઝડપાયો
ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોનો વધુ એક છબરડો
Play Video
અમદાવાદના નિકોલમાં નકલી ભૂવાનો પર્દાફાશ
Play Video
રાજકોટમાં PSI એન. કે. પંડ્યાના ફાયરિંગ કેસમાં પોલીસની તપાસ તેજ
અમદાવાદમાં પ્રેમ પ્રકરણનો ખતરનાક અંજામ