Home Gujarat Cyber Fraud Worth Over Rs 190 Crore Exposed

190 કરોડથી વધુની સાયબર ઠગાઈનો પર્દાફાશ : 6 આરોપીની ધરપકડ, ક્રિપ્ટોકરન્સીથી રૂપિયા દુબઈ મોકલતા હતા

190 કરોડથી વધુની સાયબર ઠગાઈનો પર્દાફાશ
Published by: OBS Bureau
Last Updated: Nov 03, 2025, 11:20 AM IST

ગુજરાત રાજ્યમાં સાયબર ગુનાખોરી સામે સ્ટેટ સાયબર ક્રાઈમે મોટી કાર્યવાહી હાથ ધરી છે. તાજેતરમાં રૂપિયા 190 કરોડથી વધુની સાયબર ઠગાઈનો પર્દાફાશ કરવામાં આવ્યો છે અને આ કેસમાં 6 આરોપીઓને પોલીસે ધરપકડ કરી છે. માહિતી મુજબ, આરોપીઓ વિવિધ બેંકોમાં મ્યુલ એકાઉન્ટ ખોલાવીને ઠગાઈના નાણાં તેમાં ટ્રાન્સફર કરતા હતા. આ એકાઉન્ટો દ્વારા નાણાં દુબઈ મોકલવામાં આવતા હતા, જેમાં ક્રિપ્ટોકરન્સી તથા આંગડિયા મારફતે રોકડ રકમ રૂપે પૈસા ટ્રાન્સફર કરવામાં આવતા હતા.

ગુજરાત સાયબર ક્રાઈમની મોટી કાર્યવાહી

સાયબર ક્રાઈમ ટીમને તપાસ દરમિયાન મોરબી અને સાવરકુંડલા વિસ્તારમાં આવેલા કેટલાક બેંક એકાઉન્ટ શંકાસ્પદ જણાયા હતા. પોલીસે આ એકાઉન્ટ ધારકોની વિગતવાર પૂછપરછ કરી હતી. અત્યાર સુધીમાં 386 ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે અને કુલ 200 કરોડ રૂપિયા જેટલી છેતરપિંડીની ફરિયાદ મળી છે. ઠગો લોકો સાથે પાર્ટ ટાઈમ જોબ, ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ અને ઊંચા નફાના લાલચ આપી ઠગાઈ કરતા હતા. અનેક લોકો સાથે નકલી વેબસાઈટ્સ અને લિંક મારફતે સંપર્ક કરી, પૈસા વિવિધ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવતા હતા. ત્યારબાદ તે નાણાં ક્રિપ્ટોકરન્સી રૂપે વિદેશ, ખાસ કરીને દુબઈ મોકલવામાં આવતા હતા.

190 કરોડથી વધુની સાયબર ઠગાઈનો પર્દાફાશ

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપીઓ એપીએમસીમાં પેઢીના નામે અને એનજીઓના નામે બેંક એકાઉન્ટ ખોલાવતા હતા. આ એકાઉન્ટનો ઉપયોગ ફ્રોડ રકમ ટ્રાન્સફર કરવા માટે થતો હતો. સાયબર ટીમે જણાવ્યું છે કે, મૂળ છેતરપિંડી કરનારા વિદેશમાં બેઠેલા માસ્ટરમાઈન્ડ સુધી પહોંચવા માટે તપાસ ચાલુ છે. પોલીસના જણાવ્યા મુજબ, એકાઉન્ટ ધારકોને પણ હવે સહજ રીતે વિશ્વાસમાં લેવામાં આવતું નથી, કારણ કે ઠગો પહેલેથી નાણાં ઉઘરાવી ફ્રોડ અમાઉન્ટ ખાતામાં ટ્રાન્સફર કરાવતાં હતા. ગુજરાત સાયબર ક્રાઈમ વિભાગે નાગરિકોને ચેતવણી આપી છે

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
અમદાવાદની ESIC હોસ્પિટલમાં ‘ઝેર’ પીરસાયું?
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનો કાઉન્ટડાઉન શરૂ
ગુજરાત સ્થાપના દિને ડાયમંડ સીટીમાં ઉમટી પડશે રોકાણકારોનો જમાવડો
બગવાડા ટોલનાકા પર પકડાઈ ક્રૂરતાની પરાકાષ્ઠા
ગુજરાત સરકારનો ક્રાંતિકારી નિર્ણય