ક્રૂડ ઓઈલની કિંમતોમાં ભડકો: $120 ને પાર પહોંચ્યા ભાવ, 4 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
મધ્ય પૂર્વમાં વધતા જતા તણાવ અને યુદ્ધની સ્થિતિ વચ્ચે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતો આસમાને પહોંચી છે. તાજા આંકડા મુજબ, બ્રન્ટ ક્રૂડની કિંમત $119.76 પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ છે, જે જૂન 2022 પછીનું સૌથી ઊંચું સ્તર છે. આ વધારા પાછળ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું તે નિવેદન જવાબદાર માનવામાં આવે છે, જેમાં તેમણે ઈરાનના બંદરો પર સૈન્ય નાકાબંધી ચાલુ રાખવાની જાહેરાત કરી છે.
હોર્મુઝ જળડમરુમધ્યમાં વધતી અનિશ્ચિતતા
ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી ઈરાન તેના પરમાણુ કાર્યક્રમ પર સમજૂતી નહીં કરે, ત્યાં સુધી આ નાકાબંધી હટાવવામાં આવશે નહીં. આ નિર્ણયથી હોર્મુઝ જેવા મહત્વના સપ્લાય રૂટ પર ખતરો વધ્યો છે. બીજી તરફ, ઈરાની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાઘેર ગાલિબાફે કટાક્ષ કરતા કહ્યું છે કે હવે તેલનો ભાવ $140 સુધી પહોંચશે. તેમણે અમેરિકી નાણામંત્રી સ્કોટ બેસેન્ટની નીતિઓની પણ મજાક ઉડાવી હતી.
આ પણ વાંચો: https://offbeatstories.in/news/iraqi-mp-claims-us-israel-stealing-clouds-weather-warfare-6337948694






