Rajkot Bus Accident Video Viral: ગુજરાતમાં દિનપ્રતિદિન નશાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. જેની સ્થિતિ અસર હવે જાહેર માર્ગો પર પણ જોવા મળી રહી છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં વાહન ચાલકો દ્વારા ઓવરસ્પીડિંગને કારણે અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. આવી જ એક ઘટના રાજકોટમાંથી સામે આવી છે. જેમાં રાજકોટ સિટી બસના ચાલકે અનેક કાબૂ ગુમાવતા અનેક લોકોને કચડી નાંખ્યા છે. આ અકસ્માતમાં રસ્તા પરથી પસાર થતા 4 વાહન ચાલકોના મોત નિપજ્યાં છે. જ્યારે અનેક લોકો આ ઘટનામાં ઘાયલ થયા છે. આ ઘટનાનો સનસનીખેજ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ઈન્દિરા સર્કલ પાસે બનેલી ઘટનામાં GJ 03 BZ 0466 નામની બસે અકસ્માત સર્જ્યો હોવાની માહિતી સામે આવી છે.
આ ઘટના બાદ રસ્તા પર હાજર લોકોએ આક્રોશમાં આવીને બસ પર પણ પથ્થરમારો કર્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ આ ઘટનામાં સિટી બસનો ડ્રાઈવર નશામાં હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. ઘાયલો અને પ્રત્યદર્શીઓ દ્વારા આ દાવો કરવામાં આવી રહ્યો છે. રાજકોટમાં સિટી બસચાલકે 6થી વધારે વાહનોને અડફેટે લીધાં છે. ઈન્દિરા સર્કલ પાસેના અકસ્માતમાં 3નાં મોત નિપજ્યા છે. જ્યારે આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે. સિટી બસના ડ્રાઈવરની પોલીસે અટકાયત કરી લીધી છે.
બેકાબૂ બનેલી સિટી બસે સર્જેલાં અકસ્માતને કારણે રંગીલા રાજકોટ તરીકે ઓળખાતા શહેરની સડકો પર આજે રક્તની છોડો ઉડી છે. જેને કારણે આ શહેરની સડકો આજે રક્ત રંજિત બની ગઈ છે. રાજકોટના ભરચક ગણાતા ઈન્દિરા સર્કલ વિસ્તારમાં સિટી બસે અનેક લોકોને અડફેટે લીધા. જેના કારણે ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા. અકસ્માતના સીટીટીવી ફૂટેજ સામે આવ્યા. જેમાં જોઈ શકાય છે કે, જેવું સિગ્નલ ખુલે છે એવું જ સિટી બસનો ચાલક બેફામ રીતે બસ ચલાવે છે અને અનેક વાહનોને અડફેટે લે છે. જેમાંથી 4 લોકોના મૃત્યુ થઈ જાય છે.






