Home Gujarat Crime Branch Action Against Anti Social Elements In Ahmedabad

અમદાવાદમાં અસામાજિક તત્વો સામે ક્રાઈમ બ્રાન્ચ એક્શનમાં : વાહનોનું ચેકિંગ, શંકાસ્પદ લોકોની પૂછપરછ, ખાસ ડ્રાઈવ

અમદાવાદમાં અસામાજિક તત્વો સામે ક્રાઈમ બ્રાન્ચ એક્શનમાં
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 01, 2026, 09:20 AM IST

હોળી–ધુળેટીના પર્વ પહેલા અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત રાખવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં આવી છે. અસામાજિક તત્વો અને હિસ્ટ્રીશીટરોને ડામવા માટે શહેરના વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ કોમ્બિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી.અમદાવાદમાં અસામાજિક તત્વો સામે ક્રાઈમ બ્રાન્ચની એક્શન

ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અસામાજિક તત્વો સામે ખાસ ડ્રાઈવ

મોડી સાંજે સરખેજ, રામોલ અને અમરાઈવાડી વિસ્તારમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું. પોલીસે રસ્તાઓ પર પસાર થતા વાહનો રોકી તેમના દસ્તાવેજોની તપાસ કરી હતી. બે-વ્હીલર અને ચાર-વ્હીલર વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું તેમજ શંકાસ્પદ જણાતા લોકોની સ્થળ પર જ પૂછપરછ પણ કરવામાં આવી હતી.

શંકાસ્પદ લોકોની પૂછપરછ

આ ડ્રાઇવ દરમિયાન પોલીસના લિસ્ટમાં સામેલ હિસ્ટ્રીશીટરો, ન્યુસન્સ ફેલાવતા તત્વો, ગુનાહિત ઈતિહાસ ધરાવતા શખ્સો અને સાંપ્રદાયિક માનસિક્તા ધરાવતા વ્યક્તિઓ સામે ખાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શાંતિ ડહોળવાનો પ્રયાસ કરતા તત્વો પર પોલીસની બાજ નજર રાખવામાં આવી હતી અને જરૂર પડે ત્યાં ચેતવણી આપવામાં આવી હતી.

અસામાજિક તત્વોમાં ભયનો માહોલ

ક્રાઇમ બ્રાન્ચની ટીમે શંકાસ્પદ સ્થળોએ સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું હતું, જેથી કોઈ અસામાજિક પ્રવૃત્તિ ચાલી રહી હોય તો તરત જ પગલાં લઈ શકાય. પોલીસ તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે તહેવારો દરમિયાન શહેરમાં શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે આવી ખાસ ડ્રાઇવ આગળ પણ ચાલુ રહેશે. આ કામગીરીથી અસામાજિક તત્વોમાં ભયનો માહોલ સર્જાયો છે અને સામાન્ય નાગરિકોમાં સુરક્ષાની લાગણી વધુ મજબૂત બની છે.

કોમ્બિંગ નાઇટમા ક્રાઈમ બ્રાન્ચની કામગીરી

એક જ રાતમાં 54 વાહનો ડિટેઈન

42 માથાભારે તત્વોની પૂછપરછ

100 જેટલી SUV અને ફેન્સી બાઇક્સનું સઘન ચેકિંગ

ટ્રાફિક કાયદાનું ઉલ્લંઘન બદલ 54 વાહનો ડિટેઈન કરાયા

ડ્રિંક એન્ડ ડ્રાઈવના 4 કેસ કરાયા

દારૂ પીધેલા અન્ય 10 શખ્સોની કરાઇ ધરપકડ

બુટલેગરોના 22 સ્થળોએ રેડ પાડવામાં આવી

શંકાસ્પદ 10 શખ્સો સામે અટકાયતી પગલા લેવાયા

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now