અમદાવાદનાં બાપુનગર અને રખિયાલ વિસ્તારમાં ચાર મહિના અગાઉ એક લુખ્ખા દ્વારા જાહેરમાં હથિયાર લઈને આતંક મચાવ્યો હોવાની ઘટનાં બનવા પામી હતી. અને આરોપીએ પોલીસને હથિયારો બતાવી ડરાવી ધમકાવીને પરત જતાં રહેવા પર મજબૂર કરી હતી. જે ઘટના બાદ પોલીસે આજે ચાર મહિના બાદ આરોપીની ધરપકડ કરી અને બાપુનગર અને રખિયાલ વિસ્તારમાંથી વરઘોડો કાઢી ઉઠક-બેઠક કરાવી માફી મંગાવી હતી.
મળતી વિગતો મુજબ આશરે ચારેક મહિના અગાઉ અસામાજીક તત્વો બાપુનગર તથા રખિયાલ વિસ્તારમાં જાહેરમાં હથિયાર સાથે ધસી આવી અને પોલીસને ડરાવી ધમકાવી અને પરત મોકલી આપી હતી. ઉપરાંત પોલીસ કર્મીને પણ હથિયાર બતાવી જબરજસ્તીથી ગાડીમાં બેસાડી રવાના થઈ જવા કહ્યું હતું. જે અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો હતો. અને આરોપી મોહમદ સરવર ઉર્ફે કડવાએ બાપુનગરથી લઈને છેક રખિયાલ સુધી પોલીસને દોડાવી અને આખા રસ્તે આતંક મચાવ્યો હતો. જે ઘટનાને લઈને પોલીસની કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ સાબિત થવા પામી હતી. આ ગુનામાં આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી. ત્યારે મુખ્ય આરોપી મોહમદ સરવર ઉર્ફે કડવાની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરતા બનાવની જગ્યાએ લઇ જઇ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. જ્યારે આરોપી મોહમદ સરવર ઉર્ફે કડવા વિરૂદ્ધ રોયટીંગ, ગુજસીટોક સહીતનાં 20થી વધુ ગુન્હા નોંઘાયેલા છે.
તેમજ રખિયાલ અને બાપુનગર પોલીસે અલગ અલગ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જે બાદ પોલીસે આ ગુનામાં સમીર ઉર્ફે ચિકના અને મહેબૂબ મિયા શેખની પણ ધરપકડ કરી હતી. ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચે અલ્તાફ શેખ અને ફૈઝલ શેખની પણ ધરપકડ કરી હતી. અને જે તે સમયે આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. જ્યારે આજરોજ આરોપી મોહમદ સરવર ઉર્ફે કડવાને બાપુનગર પોલીસને સોંપવામાં આવ્યો હતો. ત્યારબાદ આરોપીએ જે જગ્યાએ પોલીસે સાથે તકરાર કરી હથિયાર બતાવ્યા હતા. તે જ જગ્યાએ પોલીસે આરોપીને હાથમાં હાથકડી પહેરાવી રિકન્સ્ટ્રક્શન કરાવી પોલીસ બંદોબસ્ત સાથે ઉઠક-બેઠક કરાવી બે હાથ જોડી માફી પણ મંગાવી હતી.
"ખાડિયાના ધારાસભ્ય અને આખી કોગ્રેસની માનસિકતા અસ્થિર થઈ ગઈ છે": ઈમરાન ખેડાવાલાના નિવેદન બાદ ભૂષણ ભટ્ટનો વળતો જવાબ





