Home Gujarat Cr Patil Stops Pilot Escort Car After Pm Modi Appeal

PM મોદીની અપીલ રંગ લાવી! : હવે કાફલામાં નહીં ફરે પાયલોટિંગ કાર, ઈંઘણ બચાવવા ભાજપના આ મોટા નેતાઓનો નિર્ણય

Gandhinagar News
Published by: Viral Patel
Last Updated: May 12, 2026, 02:58 PM IST

Gandhinagar News: વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા રાષ્ટ્રહિત માટે કડક અને પ્રેરણાદાયી નિર્ણયો લેવા માટે જાણીતા છે. તાજેતરમાં વૈશ્વિક યુદ્ધની સ્થિતિ અને તેના કારણે સર્જાયેલી ઈંધણની કટોકટીને ધ્યાનમાં રાખીને વડાપ્રધાને દેશવાસીઓને ઈંધણ બચાવવા અને કરકસર કરવા જે અપીલ કરી હતી, તેને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે સહર્ષ સ્વીકારીને એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે.

શું છે સી.આર. પાટીલનો નિર્ણય?

પાટીદાર સમાજના એક કાર્યક્રમમાં વડાપ્રધાનની વાતને દોહરાવતા સી.આર. પાટીલે જાહેરાત કરી છે કે, "હવેથી તેઓ કોઈપણ સરકારી કે ખાનગી કાર્યક્રમોમાં પાયલોટિંગ અથવા એસ્કોર્ટ ગાડીઓનો ઉપયોગ કરશે નહીં." તેમણે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી વૈશ્વિક સ્તરે યુદ્ધની સ્થિતિ સામાન્ય ન થાય અને તેલના જથ્થા પરનું દબાણ ઓછું ન થાય, ત્યાં સુધી તેઓ એક સામાન્ય નાગરિકની જેમ જ પ્રવાસ કરશે. સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, "વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક-એક શ્વાસ દેશ માટે હોય છે. હું પણ દેશનો નાગરિક છું અને નરેન્દ્રભાઈનો સૈનિક છું. ઈંધણની બચત એ આજે રાષ્ટ્રની પ્રાથમિકતા છે."

GSEB પૂરક પરીક્ષા 2026 : ધોરણ 10 અને 12નું ટાઈમટેબલ જાહેર, જાણો ક્યારે લેવાશે પરીક્ષા

નિર્ણય પાછળના મુખ્ય મુદ્દાઓ

ઈંધણની બચત: રશિયા-યુક્રેન કે અન્ય વૈશ્વિક સંઘર્ષોને કારણે ક્રૂડ ઓઈલની કિંમતો અને જથ્થા પર અસર પડી છે. પાયલોટિંગ ગાડીઓ બંધ કરવાથી સીધો પેટ્રોલ-ડીઝલનો બચાવ થશે.

વીઆઈપી કલ્ચરનો ત્યાગ: મંત્રીએ પોતે સાબિત કર્યું છે કે નેતૃત્વ જ્યારે પોતે અમલ કરે છે, ત્યારે જ જનતામાં વિશ્વાસ બેસે છે.

માત્ર ઇમરજન્સીમાં છૂટછાટ: તેમણે જણાવ્યું કે અત્યંત અનિવાર્ય કે ઇમરજન્સી પરિસ્થિતિ સિવાય તેઓ વધારાના સુરક્ષા કાફલા અને ગાડીઓનો મોહ રાખશે નહીં.

'વોકલ ફોર લોકલ' અને 'વેડ ઇન ઇન્ડિયા' નો અમલ

આ પ્રસંગે સી.આર. પાટીલે વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાનની દરેક વાત દેશના હિતમાં હોય છે. અગાઉ વડાપ્રધાને લગ્નો વિદેશમાં કરવાને બદલે ભારતમાં જ કરવા (Wed in India) અને સ્થાનિક ચીજવસ્તુઓ વાપરવા (Vocal for Vocal) જે આહવાન કર્યું હતું, તેનો પણ તેમણે ચુસ્તપણે અમલ કર્યો છે.

55 વર્ષની ઉંમર બાદ કામ ન કરી શકતા સરકારી કર્મચારીઓને ફરજમુક્ત કરાશે? : ગુજરાત સરકારના નિયમોને લઈને ફરી ચર્ચા તેજ

અન્ય નેતાઓ માટે પ્રેરણા

કેન્દ્રીય મંત્રીના આ નિર્ણયની સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ખૂબ પ્રશંસા થઈ રહી છે. માત્ર સી.આર. પાટીલ જ નહીં, પરંતુ રાજ્યપાલશ્રીએ પણ આ દિશામાં સકારાત્મક સંકેતો આપ્યા છે. આ નિર્ણયથી ભાજપ શાસિત રાજ્યોના અન્ય મંત્રીઓ અને અધિકારીઓ પણ પ્રેરિત થશે તેવી પૂરી શક્યતા છે. જ્યારે દેશનો એક મંત્રી પોતાના પ્રોટોકોલ અને સુવિધાઓનો ત્યાગ કરીને રાષ્ટ્રના અર્થતંત્રને મજબૂત કરવા મેદાને આવે છે, ત્યારે તે સાચા અર્થમાં 'સેવક' સાબિત થાય છે. સી.આર. પાટીલનો આ નિર્ણય માત્ર ઈંધણ બચાવવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે દેશભક્તિ અને જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now