Home Gujarat Court Directs To Formulate Policy For Rehabilitation Of Silicosis Sufferers

સિલિકોસિસ ગ્રસ્ત લોકોના પુનઃવસન માટે પોલિસી બનાવવા કોર્ટના નિર્દેશ : 'સરકાર સુપ્રીમ કોર્ટના નિર્દેશો મુજબ વળતર ચૂકવે', વધુ સુનાવણી 29 ઓગસ્ટે

સિલિકોસિસ ગ્રસ્ત લોકોના પુનઃવસન માટે પોલિસી બનાવવા કોર્ટના નિર્દેશ
Published by: OBS Bureau
Last Updated: Aug 11, 2025, 12:09 PM IST

પીપલ્સ ટ્રેનિંગ એન્ડ રિસર્ચ સેન્ટર ટ્રસ્ટ અને 19 અરજદારો દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેમાં સિલિકોસિસથી મૃત્યુ પામેલા પુરુષોની વિધવા મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આ અરજી ચીફ જજ સુનિતા અગ્રવાલ અને જજ ડી.એન.રેની બેન્ચ સમક્ષ ચાલી રહી છે. અરજદારોએ જણાવ્યું હતું કે અરજદાર મહિલાઓના પતિ અસંગઠિત ક્ષેત્રમાં કાર્ય કરતા હતા. જેમના વર્ષ 2008થી 2021 દરમિયાન સિલિકોસિસ બીમારીથી મૃત્યુ થયું હતું.


લીકોસિસથી મૃત્યુ કેસ

આ માટે અરજદારોએ સક્ષમ ઓથોરિટી સમક્ષ અરજી કરી હતી. પરંતુ અમુક અરજદારનો રાજ્ય સરકારના વર્ષ 2015ના પરિપત્ર મુજબ 01 લાખ રૂપિયાનો જ ક્લેમ મંજૂર કરાયો હતો. કેટલાકનો અરજી સમય વીતી જતા ક્લેમ રિજેક્ટ કરાયો હતો. રાજ્ય સરકારના રિઝોલ્યુશનને સુપ્રીમ કોર્ટના આદેશ સંદર્ભમાં મોડીફાઈ કરવાની જરૂર છે. રાજ્ય સરકારના આ ઠરાવને અરજદારોએ ચેલેન્જ કર્યો છે. અરજદારના મહિલાઓના પતિઓને પથ્થર ક્રશિંગ ફેકટરીમાં કામ કરતા સિલિકા ડસ્ટ શ્વાસમાં જવાથી ફેફસાંમાં સિલિકોસીસ થયો હતો. સુપ્રીમના કોર્ટમાં જે કેસમાં હુકમ કરાયો હતો તે કેસમાં અરજદાર મધ્ય પ્રદેશના આદિજાતિ હતા, તેઓ ગુજરાત આવીને પત્થરની ફેકટરીમાં કામ કરતા હતા. તેઓ જ્યારે કામ કરીને પરત મધ્ય પ્રદેશ ગયા ત્યારબાદ તેમનું સિલીકોસિસથી મૃત્યુ થયું હતું. આવા 238 લોકો હતા.


હાઇકોર્ટે શું નોંધ્યું!

નેશનલ હ્યુમન રાઈટ કમીશન મુજબ સિલિકોસિસથી મૃત્યુ પામનારા પરિવારને 03 લાખ રૂપિયા વળતર આપવું પડે અને પુનઃવસન અંગે કામ કરવું પડે,જેનો રેફરન્સ સુપ્રીમ કોર્ટે આપ્યો હતો. સુપ્રીમકોર્ટનો આ હુકમ બધા જ રાજ્ય માટે એક સરખો લાગુ પડે છે. વધુમાં રાજ્ય સરકારના છેલ્લા રિઝોલ્યુશન મુજબ આવા પીડિતોને 04 લાખ રૂપિયા વળતર ચૂકવવાની વાત છે. ઉપરાંત આવા દર્દીઓના પુનઃવસન અંગે પણ પોલિસી બનાવવા સુપ્રીમ કોર્ટના નિર્દેશ છે. હાઇકોર્ટે નોંધ્યું હતું કે આવા દર્દીઓ સમાજના છેવાડાના લોકો છે. જો સિલિકોસિસથી મૃત્યુ થાય તો લાંબા સમય સુધી મહિલાઓ, ઘરની બહાર નીકળી શકતી નથી તો તેઓ 90 દિવસમાં કેવી રીતે અરજી કરે ? આ સમયને 180 દિવસનો કરવા પણ ચર્ચા ચાલી હતી.


વધુ સુનાવણી 29 ઓગસ્ટે

હાઇકોર્ટને જણાવ્યું હતું કે હરિયાણા, મધ્યપ્રદેશ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળમાં સિલિકોસિસના દર્દીઓ માટે પોલિસી છે. આ રાજ્યોમાં સિલિકોસિસ જોવા મળે છે. અરજદારોની અરજી પણ ઓથોરિટી ફરીથી ધ્યાને લે. આ મુદે વધુ સુનાવણી 29 ઓગસ્ટે યોજાશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now