ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે અલંગ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે કિંમત રૂપિયા ૨,૦૦૦ની દેશી બનાવટની બંદૂક સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો છે.
LCB સ્ટાફના માણસો અલંગ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ત્યારે પોલીસને બાતમી મળી કે, મથાવડા ગામના ઢાળના પુલ ઉપર એક શખ્સ દેશી હાથ બનાવટની જામગરી બંદૂક સાથે ઉભો છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક તપાસ કરતા તળાજાના મથાવડા ગામે રહેતો મિલનભાઈ જમનાદાસ દેવમુરારી મુદ્દામાલ સાથે હાજર મળી આવ્યો હતો.
પોલીસે મિલનભાઈ જમનાદાસ દેવમુરારી પાસેથી લાકડાની તથા ધાતુની બનેલી, ત્રણ ફૂટ અને નવ ઇંચ લંબાઈની, ફાયર થઈ શકે તેવી દેશી બનાવટની બંદૂક કબજે કરી હતી. જેની કિંમત રૂપિયા ૨,૦૦૦ ના મુદ્દામાલ સાથે મિલનભાઈ દેવમુરારી વિરુદ્ધ આર્મ્સ એક્ટની કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. વધુ તપાસ માટે તેને અલંગ મરીન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
કોંગ્રેસના રાષ્ટ્રિય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ ગુજરાતીઓને અભણ કહ્યાં: કોંગ્રેસના રાષ્ટ્રિય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ ગુજરાતીઓને અભણ કહ્યાં






