Gujarat Cabinet Expansion : ગુજરાતમાં આજે આખો દિવસ રાજકીય ગતિવિધિઓથી ધમધમતો રહ્યો છે. નવી મંત્રીમંડળ રચના અને શપથવિધિ પૂર્વે ભાજપે આજે એક પછી એક નિર્ણાયક પગલાં લીધાં છે. દિવસની શરૂઆતથી જ રાજકીય ગરમાવો ચરમસીમાએ રહ્યો છે.
દિવસભરનો મુખ્ય ઘટનાક્રમ
રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી સુનીલ બંસલ આજે ગુજરાત આવ્યા
બપોરે 3 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુંબઈથી પરત આવ્યા
મુખ્યમંત્રીને તમામ વર્તમાન મંત્રીઓના રાજીનામા આપ્યા
હવે પછીનો ઘટનાક્રમ શું?
સાંજે 7 વાગ્યે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા ગુજરાત પહોંચશે
રાત્રે 8 વાગ્યે મુખ્યમંત્રી નિવાસસ્થાને મહત્ત્વપૂર્ણ બેઠક યોજાશે, જેમાં તમામ ધારાસભ્યો હાજર રહેશે
બેઠકમાં જે.પી. નડ્ડા ધારાસભ્યોને સંબોધન કરશે અને નવા મંત્રીઓને મંત્રીમંડળમાં સામેલ થવાની જાણ કરાશે
રાત્રે 9 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલને મળશે અને નવા મંત્રીઓની સૂચિ સોંપશે
મોડીરાત સુધી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાત આવી પહોંચશે
મંત્રીમંડળની શપથવિધિ
આવતીકાલે 11:30 વાગ્યે થશે મંત્રીમંડળની શપથવિધિ
આ બધાં તબક્કાઓ પછી હવે આખી પ્રક્રિયાનો ક્લાઈમેક્સ આવતીકાલે આવશે
ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે સવારે 11:30 વાગ્યે નવા મંત્રીઓ માટે શપથગ્રહણ સમારોહ યોજાવાનો છે
આ કાર્યક્રમ માટે તૈયારી પૂર્ણ થઇ ચૂકી છે અને આમંત્રણ પત્રિકાઓ પણ તૈયાર છે






