Home Gujarat Cough Syrup Sale Without Prescription Busted In Ahmedabad

અમદાવાદમાં પ્રિસ્ક્રિપ્શન વગર કફ સિરપ વેચાણનો પર્દાફાશ : કારણદર્શક નોટિસ જારી

અમદાવાદમાં પ્રિસ્ક્રિપ્શન વગર કફ સિરપ વેચાણનો પર્દાફાશ
Published by: OBS Bureau
Last Updated: Dec 10, 2025, 08:35 AM IST

AHMEDABAD FDCA RAID: ગુજરાતમાં જાહેર જનતાના આરોગ્યને સુરક્ષિત રાખવા અને દવાઓની ગુણવત્તા જાળવવા માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA) દ્વારા સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તાજેતરમાં અમદાવાદ શહેરમાં વિવિધ વિસ્તારોમાં આવેલા 8 મેડિકલ સ્ટોર્સ પર આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસમાં ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર કફ સિરપનું વેચાણ કરતા હોવાનું જણાયું હતું, જેના પગલે તમામ સ્ટોર્સને કારણદર્શક નોટિસ આપીને તાત્કાલિક ખુલાસો મંગાવવામાં આવ્યો છે. આ તપાસ અભિયાનમાં ઘાટલોડીયા વિસ્તારની એપોલો ફાર્મસી અને ક્રિષ્ના મેડિકલ, સેટેલાઇટ વિસ્તારની સોલક્યોર ફાર્મસી, નમનીધી ફાર્મા, નમ: વેલનેસ અને નટરાજ મેડિકલ સ્ટોર્સ તેમજ વેજલપુર અને પ્રહલાદનગરમાં આવેલી એપોલો ફાર્મસીનો સમાવેશ થાય છે.

નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવશે

તપાસ દરમિયાન 5 મેડિકલ સ્ટોર્સમાં રજીસ્ટર્ડ ફાર્માસીસ્ટની ગેરહાજરીમાં કફ સિરપ વેચાતું હોવાનું જણાયું હતું. બાકીના ત્રણમાંથી બેમાં ફાર્માસીસ્ટ હાજર હોવા છતાં અનધિકૃત વેચાણ થતું હતું, જ્યારે એક સ્ટોર તપાસ વખતે બંધ મળી આવ્યું હતું. FDCAના અધિકારીઓએ જણાવ્યું કે, આવી પ્રવૃત્તિઓ ઔષધ અને સૌંદર્ય પ્રસાધન અધિનિયમ,1940ના નિયમોનું ઉલ્લંઘન છે. પ્રિસ્ક્રિપ્શન વગર કફ સિરપ જેવી દવાઓ વેચવી જોખમી છે, કારણ કે તેનો દુરુપયોગ થઈ શકે છે. તંત્ર દ્વારા આ તમામ સ્ટોર્સને નોટિસ આપીને ખુલાસા મંગાવ્યા છે અને તેમના જવાબોના આધારે નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવશે, જેમાં લાઇસન્સ રદ કરવા સુધીના પગલાં શામેલ હોઈ શકે છે.રાજ્યમાં દવાઓની શુદ્ધતા અને ગુણવત્તા જાળવવા માટે તંત્ર સતત સક્રિય છે.

ભેળસેળ કરનાર તત્વો સામે કાયદાકીય કાર્યવાહી

સમયાંતરે મેડિકલ સ્ટોર્સની તપાસ કરીને રજીસ્ટર્ડ ફાર્માસીસ્ટની ગેરહાજરી, એક્ષપાયર્ડ દવાઓ, ડુપ્લીકેટ દવાઓ, ગેરકાયદેસર કફ સિરપ, MTP કીટ અને અન્ય અનિયમિતતાઓની તપાસ કરવામાં આવે છે. તંત્ર દ્વારા દવાઓના નમૂના પરીક્ષણ કરીને ભેળસેળ કરનાર તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે. ગેરકાયદેસર અને બનાવટી દવાઓના વેચાણમાં સંડોવાયેલા વ્યક્તિઓ વિરુદ્ધ કડક પગલાં ભરવા તંત્ર કટિબદ્ધ છે.આ કાર્યવાહીથી જાહેર જનતામાં જાગૃતિ વધી છે. નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, તેઓ દવાઓ ખરીદતી વખતે પ્રિસ્ક્રિપ્શન અને ફાર્માસીસ્ટની હાજરીની ખાતરી કરે. આવા અભિયાનોથી અનધિકૃત વેચાણ પર અંકુશ આવશે અને જનતાનું આરોગ્ય સુરક્ષિત રહેશે. તંત્રના આ પગલાંને વ્યાપક સમર્થન મળી રહ્યું છે, જે રાજ્યમાં ઔષધ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોનો વધુ એક છબરડો
અમદાવાદના નિકોલમાં નકલી ભૂવાનો પર્દાફાશ
રાજકોટમાં PSI એન. કે. પંડ્યાના ફાયરિંગ કેસમાં પોલીસની તપાસ તેજ
અમદાવાદમાં પ્રેમ પ્રકરણનો ખતરનાક અંજામ
ઉત્તર ગુજરાતની ઘરતી પર PM મોદીએ યાદ કર્યા એ દિવસો...
Play Video