Home International Corona In India Corona Cases Cross 250 Highest In Kerala

CORONA IN INDIA : 250ને પાર કોરોનાના કેસ, કેરળમાં સૌથી વધુ

CORONA IN INDIA
Published by: OBS Bureau
Last Updated: May 23, 2025, 05:44 AM IST

કોરોનાના કેસ ભારતમાં પણ વધી રહ્યાં છે અને વખતે ફરી કેરળમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. ભારતમાં 19 મે 2025 સુધીમાં 257 સક્રિય COVID-19 કેસ નોંધાયા છે. આ કેસો મુખ્યત્વે કેરળ, મહારાષ્ટ્ર અને તામિલનાડુમાં નોંધાયા છે . આ કેસોમાં મોટાભાગે લક્ષણો હળવા છે અને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી પડી.

આ કેસોમાં વધારો મુખ્યત્વે JN.1 વેરિયન્ટ અને તેના પેટા પ્રકારો, જેમ કે LF-7 અને NB-1.8,ના કારણે થયો છે. આ વેરિયન્ટ્સ ઓગસ્ટ 2023માં જાહેર થયા હતા અને હાલમાં સિંગાપોર અને થાઈલેન્ડમાં પણ કેસોમાં વધારો નોંધાયો છે .

દેશમાં જો સૌથી વધુ કેસની વાત કરીએ તો કેરળમાં સૌથી વધુ 95 કેસ, તમિલનાડુમાં 66 અને મહારાષ્ટ્રમાં 56 કેસ નોંધાયા છે. ગુજરાતમાં અત્યાર સુધી 7 કેસ નોંધાયા છે.

સાવચેતીના પગલાં:

લક્ષણો જણાય તો તાત્કાલિક ટેસ્ટ કરાવો

માસ્ક પહેરો અને હાઈજિન જાળવો

ભીડભાડવાળી જગ્યાઓ ટાળો

સિનિયર નાગરિકો અને કોમોર્બિડિટી ધરાવતા લોકો ખાસ કાળજી રાખે

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now