Home Gujarat Cooperatives Minister Amit Shah 4 Years Of The Ministry Of Cooperation

સહકારિતા મંત્રાલયના 4 વર્ષ પૂર્ણ : અમિત શાહે સહકારિતા મંત્રાલયની સિદ્ધિઓ અને સમજાવ્યા પાંચ P, જાણો શુ કહ્યું ?

સહકારિતા મંત્રાલયના 4 વર્ષ પૂર્ણ
Published by: OBS Bureau
Last Updated: Jul 06, 2025, 07:49 AM IST

આણંદના કરમસદમાં યોજાયેલાં કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે જણાવ્યુંકે, ''દેશની જનતા શ્યામા પ્રસાદજીને કશ્મીર સાથે જોડીને જુએ છે, શ્યામા પ્રસાદ મુખર્જી ન હોત તો કશ્મીર ક્યારેય દેશનું અભિન્ન અંગ ન બની શક્યું હોત. એટલું જ નહીં પશ્ચિમ બંગાળ પણ ભારતનો હિસ્સો છે તેનો શ્રેય પણ ડો.શ્યામા પ્રસાદ મુખર્જીને જાય છે, આજે હું શ્યામા પ્રસાદ મુખર્જી બે હાથ જોડી શ્રંદ્ધાજલી પાઠવું છું''



વધુમાં તેમણે કહ્યું કે, ''સહકારિતા મંત્રાલયના 4 વર્ષનો અવસર છે. સરદાર પટેલની 150મું વર્ષ પણ ચાલી રહ્યું છે. આ તમામ સ્થિતિ પર આજે સહકારિતા સંમેલન ચાલી રહ્યું છે, વૈદિકકાળથી આપણે ત્યાં સહકારિતા ચાલતી આવી છે. આજના દિવસે જ PM મોદીએ સહકારિતા મંત્રાલય સ્થાપ્યું હતું. 8 લાખ 40 હજાર સમિતિ, 31 લોકો સાથે જોડાયેલી સમિતિઓમાં નવા પ્રાણ ભુકવાનું કામ કર્યું છે''
મંત્રી અમિત શાહે સહકારિતા મંત્રાલયના પાંચ P વિશે વાત કરી
કેન્દ્રીય મંત્રી અમિત શાહે કહ્યું કે, ''દેશમાં પહેલી વાર સહકારિતા મંત્રાલય બનાવવાનું નિર્ણય આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું, આજે સહકારીતા મંત્રાલયે અનેક સિદ્ધિઓ હાસંલ કરી છે''. વધુમાં સહકારિતાના પાંચ P વિશે વાત કરતા કહ્યું કે, ''પહેલો P પીપલ્સ જેનો લાભાર્થી દેશની જનતા રહેશ, બીજો P પ્રાથમિક, જે સહકારીતા મંત્રાલયને મજબૂત કરી રહ્યો છે, ત્રીજો P પ્લેટફોર્મ, જેમાં ડિજિટલથી લઈને નેશનલ પ્લેટફોર્મ, ચોથો P- પોલીસિ, આજે એ પણ પૂર્ણ થઈ ગયું છે, જે છે મીઠાના ઉત્પાદનમાં, હવે મીઠાનું ઉત્પાદન કરતા ગુજરાતી અગરિયાને તેનો લીધો નફો અને લાભ મળશે''

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now