Home Gujarat Cooperation Minister Holds Important Meeting In Gandhinagar

સહકાર મંત્રીએ ગાંધીનગરમાં યોજી મહત્વની બેઠક : વિવિધ જિલ્લાની સહકારી મંડળીઓનું કરવામાં આવ્યું મૂલ્યાંકન

સહકાર મંત્રીએ ગાંધીનગરમાં યોજી મહત્વની બેઠક
Published by: OBS Bureau
Last Updated: Aug 07, 2025, 01:00 PM IST

ગુજરાત સરકારના સહકાર રાજ્ય મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને ગુજરાત સ્ટેટ કો. ઓપરેટિવ બેંક, નારણપુરા ખાતે 'સહકારથી સમૃદ્ધિ'ની સમીક્ષા બેઠક યોજાઈ હતી.

આ સમીક્ષા બેઠકમાં વિવિધ સહકારી બેંક અને દૂધ ઉત્પાદક સંઘના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ અમદાવાદ, ગાંધીનગર અને બોટાદ જિલ્લાની સહકારી મંડળીઓનું મૂલ્યાંકન કર્યું હતું. દરેક ગામની જનસંખ્યા મુજબ લોકોને સહકારી મંડળીઓમાં જોડવાના પ્રયત્નો કરવા મંત્રીશ્રી દ્વારા હોદ્દેદારોને સૂચન કરવામાં આવ્યું હતું.

ખેડૂતોને મહત્તમ ધિરાણ મળે, વિવિધ એપીએમસીના વેપારીઓના સહકારી બેંકમાં ખાતા ખોલવામાં આવે, પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીની કામગીરીનો પ્રચાર થાય, લોકો બેંકમિત્ર કે માઈક્રો એટીએમનો વધુમાં વધુ ઉપયોગ કરતા થાય, ખેડૂતોને તેમના ખાતામાં ડાયરેક્ટ પેમેન્ટ મળે તેનું સૂચન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, આ સમીક્ષા બેઠકમાં જિલ્લા સહકારી મંડળીઓ અંગે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. વિવિધ સહકારી આગેવાનોએ મંત્રી અને મહાનુભાવો સાથે સંવાદ કરી તેમના પ્રશ્નો રજૂ કર્યા હતા.

ઉપરોક્ત સમીક્ષા બેઠકમાં ગુજરાત સ્ટેટ કો.ઓ. બેંક લિ.ના ચેરમેન અને અમદાવાદ ડિસ્ટ્રીક્ટ કો.ઓ.બેંક લિ.ના ચેરમેન અજયભાઈ પટેલ, સી.ઈ.ઓ. પ્રદિપભાઇ વોરા, ગુજરાત કો. મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના ચેરમેનશ્રી અશોકભાઇ ચોધરી, અમદાવાદ ડિસ્ટ્રીક્ટ કો.ઓ. બેંક લિ.ના સી.ઈ.ઓ. એમ.એલ. બહેડીયા અને જનરલ મેનેજર કિરીટભાઇ બાપોદરીયા, અમદાવાદ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લિ. (ઉત્તમ ડેરી)ના ચેરમેન મોહનભાઇ ભરવાડ અને મેનેજીંગ ડીરેક્ટર નરેન્દ્રભાઇ શર્મા, ગાંધીનગર જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લિ.(મધુર ડેરી)ના ચેરમેન ડૉ. શંકરસિંહ રાણા અને મેનેજીંગ ડીરેક્ટર ગૌરાંગકુમાર દિક્ષિત, બોટાદ દૂધ ઉત્પાદક સંઘ લી.(મધુસુદન ડેરી)ના ચેરમેન ભોળાભાઈ રબારી અને મેનેજીંગ ડીરેકટર ગોવિંદભાઇ ઓઝા અને સહકાર સચિવ હાજર રહ્યા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now