Home Gujarat Controversy Over Playing Sound System In Bharuch

ભરૂચમાં સાઉન્ડ સિસ્ટમ વગાડવા બાબતે ધીંગાણું : આધેડ પોલીસ મથકે જ ઢળી પડ્યો, મામલો ચોંકવનારો

ભરૂચમાં સાઉન્ડ સિસ્ટમ વગાડવા બાબતે ધીંગાણું
Published by: OBS Bureau
Last Updated: Nov 25, 2025, 10:29 AM IST

Bharuch Crime News : ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં દહેગામ ચોકડી નજીક શુકુન બંગ્લોઝમાં હાર્ટના દર્દીએ પાડોશીને સાઉન્ડ સિસ્ટમ ધીમા અવાજે વગાડવાનું કહેતા પાડોશી યુવતીએ અજાણ્યાઓને ફોન કરી બોલાવી હાર્ટના દર્દીને માર મારતા મામલો પોલીસ મથકે પહોંચતા હાર્ટના દર્દી પોલીસ મથકમાં જ ઢળી પડતાં સારવાર અર્થે સીવીલ હોસ્પિટલમાં ખસેડતા ફરજ પરના ડોકટરોએ મૃત જાહેર કરતાં સમગ્ર મામલાની તપાસ પોલીસે શરૂ કરી છે.

સાઉન્ડ સિસ્ટમ વગાડવા બાબતે ધીંગાણું

પાપ્ત વિગતો મુજબ ઐયુબભાઈ ઈબ્રાહીમભાઈ પટેલ જેઓ શુકુન બંગ્લોઝ સોસાયટીમાં રહેતા હોય અને તેઓ પોતે હાર્ટ પેસેન્ટ હોય જેના કારણે સોસાયટીના પાડોશી યુવતી પોતાના ઘરમાં સાઉન્ડ સિસ્ટમ મોટા અવાજથી વગાડતા હોય તે બાબતે તેમને સાઉન્ડ સિસ્ટમ ધીમા અવાજે વગાડવા બાબતે કહેવા જતાં ગજલાબેને અન્ય ઈસમોને ફોન કરી બોલાવી ઐયુબભાઈ પટેલને માર મારતા તેઓ નજીકના પોલીસ મથકે ફરીયાદ કરવા પહોંચતા ફરીયાદ લખાવતી વેળા અચાનક ઢળી પડતા તેમની સાથે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પરના તબીબોએ ઐયુબભાઈ પટેલને મરણ જાહેર કરતાં કર્યા હતા

બંને પક્ષોએ આક્ષેપ કર્યા

હુમલાખોર યુવતીએ કહ્યું કે, મૃતક ઐયુબ પટેલે પણ મારામારી કરી હતી અને મારા ફીયાશને જાગ ઉપર બચકુ ભરી લીધું હતું અને માથા અને પેટના ભાગે યુવતીને માર માર્યો હોય તેવા આક્ષેપો કર્યા છે. જો કે બન્ને પક્ષ પોલીસ મથકે ફરિયાદ કરવા જતાં જ ઐયુબ પટેલનું મોત થતાં જ સામે પક્ષની યુવતી પણ સીવીલ હોસ્પિટલમાં પહોંચી દાખલ થઈ ગઈ હતી અને તેણીએ પણ મૃતક સામે આક્ષેપ કરી આક્રોશ ઠાલવ્યો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
Surendranagar: ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢમાં નકલી MBBS ડોક્ટર ઝડપાયો
ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોનો વધુ એક છબરડો
Play Video
અમદાવાદના નિકોલમાં નકલી ભૂવાનો પર્દાફાશ
Play Video
રાજકોટમાં PSI એન. કે. પંડ્યાના ફાયરિંગ કેસમાં પોલીસની તપાસ તેજ
અમદાવાદમાં પ્રેમ પ્રકરણનો ખતરનાક અંજામ