Home Gujarat Controversy Over Installation Of Board On Spinning Wheel At Porbandar Janmashtami Folk Fair

પોરબંદરમાં જન્માષ્ટમી મેળામાં ચકડોળનો વિવાદ ચગ્યો! : આધારકાર્ડ અને ટિકિટના દરને લઈને ભારે વિરોધ

પોરબંદરમાં જન્માષ્ટમી મેળામાં ચકડોળનો વિવાદ ચગ્યો!
Published by: OBS Bureau
Last Updated: Aug 14, 2025, 01:23 PM IST

પોરબંદરમાં યોજાઈ રહેલા જન્માષ્ટમી લોકમેળામાં ચકડોળને લઈને એક નવો વિવાદ સામે આવ્યો છે. ચકડોળના સંચાલકો દ્વારા મુકવામાં આવેલા બેનર્સ અને ટીકીટના અલગ-અલગ દરને કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ચકડોળ પર વિવાદિત બેનર

ચકડોળના ગેટ પર લગાવવામાં આવેલા બેનર પર લખવામાં આવ્યું છે કે, "18 વર્ષથી નીચેના બાળકો તથા સગર્ભા બહેનોએ ચકડોળમાં બેસવું નહીં." આ નિયમની સાથે જ એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, "18 વર્ષથી નીચેના બાળકોએ પોતાનું આધારકાર્ડ સાથે રાખવું પડશે." આ પ્રકારના નિયમોને કારણે લોકોમાં આશ્ચર્ય અને વિરોધની લાગણી ફેલાઈ છે. સામાન્ય રીતે મેળામાં બાળકો માટે રાઈડ્સ હોય છે, ત્યારે આ નિયમ બાળકોને રાઈડ્સથી વંચિત રાખતો હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે.

ટિકિટના દરમાં ભેદભાવ

આ બેનર ઉપરાંત, ટિકિટના દરમાં પણ ભેદભાવ જોવા મળ્યો છે. 18 વર્ષથી નીચેના બાળકો માટે ચકડોળની ટિકિટનો દર ₹30 રાખવામાં આવ્યો છે, જ્યારે પુખ્ત વયના લોકો માટે આ દર ₹50 છે. સામાન્ય રીતે બાળકો માટે ટિકિટના દર ઓછા હોય છે, પરંતુ અહીં નિયમો અને ટીકીટના દરમાં વિસંગતતા જોવા મળે છે.

આ સમગ્ર મુદ્દે મેળાના આયોજકો અને તંત્ર દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. લોકોની માંગ છે કે આ પ્રકારના અયોગ્ય નિયમો તાત્કાલિક પાછા ખેંચીને સૌ માટે સમાન નિયમો લાગુ કરવા જોઈએ.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now