મહારાષ્ટ્રમાં રાજ ઠાકરે દ્વારા સરદાર પટેલને લઈ કરાયેલી ટિપ્પણી મુદ્દે ગુજરાતમાં વિવિધ નેતાઓ પોતાનો આક્રાશ ઠાલવી રહ્યાં છે. કોંગ્રેસના ધારાસભ્ય અને પ્રદેશ પ્રમુખે કહ્યું કે, ''સરદાર પટેલ સામે બોલવું એટલે સૂર્ય સામે ધૂળ ઉડાડવા સમાન છે. સરદાર પટેલ દેશ જ નહીં દુનિયામાં લોખંડી પુરુષનુ બિંરુદ મેળવ્યું છે''.
''...સૂર્ય સામે ધૂળ ઉડાડવા સમાન છે''
અમિત ચાવડાએ કહ્યું કે, ''કેટલાક નેતાઓની રાજકીય જમીન ખસકી ગઈ છે અને કેટલાક નેતાઓ રાજકીય અસ્તિત્વ ટકાવવા માટે પોતાના રાજકીય એજન્ડા માટે આવા નિવેદનો આપી રહ્યા છે. સરદાર સાહેબ સામે બયાન-બાજી કરવી તેનો મતલબ સૂર્ય સામે ધૂળ ઉડાડવા સમાન છે. સરદાર સાહેબ કોઈ સમાજ કે ફક્ત સમાજના નેતા નહતા, પરંતુ તેઓ દેશ અને દુનિયાના એવા સપૂત છે કે, જેણે દેશ અને દુનિયાને નવી રાહ આપી છે. જ્યાં પણ અન્યાય થતો હોય કે, હત્યાચાર થતો હોય અવાજ ઉઠાવો એક લોખંડી પુરૂષ તરીકે મજબૂત ઈરાદા સાથે આખા દેશને એક અને અખંડિત બનાવ્યો છે.
''...જડબેસલાક જવાબ મળશે''
વધુમાં તેમણે કહ્યું કે, ''જે સરદાર સાહેબ સામે બોલવાની હિંમત કરે છે તેવા નેતાઓ કેવું છે કે, મહારાષ્ટ્રમાં પોતાની રાજનીતિ ચમકાવવા માટે આવી બયાન બાજી કરતા હોય તો અટકી જજો, ગુજરાતની ધરતી સામે આવી ક્યારે ગુસ્તાખી થશે તો જડબેસલાક જવાબ મળશે
સરદાર પટેલ રાષ્ટ્રીય વ્યક્તિ છે:જેરામભાઈ પટેલ
સિદસર ઉમિયા ધામના પ્રમુખ જેરામભાઈ પટેલે કહ્યું કે, ''સરદાર પટેલ રાષ્ટ્રીય વ્યક્તિ છે, કોઈપણ રાષ્ટ્રીય વિભૂતિ વિશે આવી ટિપ્પણી અયોગ્ય છે, રાજ ઠાકરે જવાબદાર વ્યક્તિ છે, આવા નિવેદનો ના આપવા જોઈએ. અત્યારે 21મી સદીમાં આવા ભાષા વિવાદો ન જોવા જોઈએ'' વધુમાં કહ્યું કે, ''હાલના યુગમાં આવો પ્રાંતવાદ ન થવો જોઈએ''





