Home International Congress Spokesperson Pawan Khera Hits Back After Bjps Controversial Post On Rahulgandhi

"પાકિસ્તાનમાં બિરયાની ખાવા ગયેલા લોકોને નિશાન-એ-પાકિસ્તાન મળવો જોઈએ" : રાહુલ ગાંધી પર ભાજપની વિવાદિત પોસ્ટ બાદ કોંગ્રેસ પ્રવક્તા પવન ખેરાનો વળતો પ્રહાર

"પાકિસ્તાનમાં બિરયાની ખાવા ગયેલા લોકોને નિશાન-એ-પાકિસ્તાન મળવો જોઈએ"
Published by: OBS Bureau
Last Updated: May 20, 2025, 10:08 AM IST

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' દ્વારા પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો. આ ઘટનાને સરકાર સફળતા ગણાવી દેશ અને વિદેશમાં ઝુંબેશ ચલાવી રહી છે. જ્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ સંબંધિત કેટલાક પ્રશ્નો ઉઠાવ્યા હતા. હવે ભાજપ IT સેલના વડાએ રાહુલ ગાંધી અને પાકિસ્તાનના આર્મી ચીફ આસિમ મુનીર બન્નેનો અડધો-અડધો ચહેરાનો ફોટો સોશ્યલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો. આ પોસ્ટ બાદ કોંગ્રેસ પ્રવક્તા પવન ખેરાએ વળતો જવાબ આપ્યો હતો.


શું કહ્યું પવન ખેરાએ
કોંગ્રેસ પ્રવક્તા પવન ખેરાએ ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું શાસક પક્ષ તણાવ પૂર્ણ માહોલમાં કાર્ટૂનિઝમ કરી રહ્યા છે. વિપક્ષી પાર્ટી આ તણાવ પૂર્ણ માહોલમાં શાસક પક્ષ સાથે ઉભી છે. પરંતું ભાજપ હમેશાં મૂર્ખામીભર્યા કામો કરે છે. પવન ખેરાએ કહ્યું અમને સેનામાં વિશ્વાસ છે, પરંતુ રાષ્ટ્રીય નેતૃત્વમાં વિશ્વાસ નથી. પહેલગામમાં નિર્દોષ લોકોની હત્યા કરનારા 4 આતંકવાદીઓ નાસી છુટીયા તેનું શું થયું? નિશાન-એ-પાકિસ્તાન એવોર્ડ તેને મળવો જોઈએ જેને નવાઝ શરીફની બિરયાની ખાધી છે.


કેમ થયો વિવાદ?
અમિત માલવિયાએ રાહુલ ગાંધી અને પાકિસ્તાનના આર્મી ચીફ આસિમ મુનીર બન્નેનો અડધો-અડધો ચહેરો દર્શાવીને એવો કટાક્ષ કર્યો છેકે, બન્નેનો એક જ ચહેરો છે. રાહુલ ગાંધી અને આસિમ મુનીરમાં કોઈ ફરક નથી. બન્ને ભારતીય સેનાની કાર્યવાહીનું પ્રમાણ માંગ માંગ કરે છે. આ સાથે માલવિયાએ રાહુલ ગાંધીને મોર્ડન યુગના મીર જાફર કહીને પણ સોશિયલ મીડિયામાં દર્શાવ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ફોન પર પ્રતિબંધથી 75% વિદ્યાર્થીઓની એકાગ્રતામાં થયો મોટો વધારો!
એ...એ...ગયા!
વિદેશી ફોટોગ્રાફરે હાથીને ગુલાબી રંગીને કહ્યું- 'I DON'T USE AI'
Play Video
ઈરાનના તેલ પર અમેરિકાની નજર
મિસાઇલ શક્તિમાં કોણ છે વિશ્વમાં નંબર 1?