Home Gujarat Congress Protests At The Legislative Assembly Steps

વિધાનસભાના પગથિયે કોંગ્રેસનો વિરોધ : ટ્રેડ ડીલ વિરોધી પોસ્ટર બતાવ્યા, કહ્યું કે, 'અમેરિકાના દબાણમાં આવી ટ્રેડ ડીલ કરી'

વિધાનસભાના પગથિયે કોંગ્રેસનો વિરોધ
Published by: OBS Bureau
Last Updated: Feb 26, 2026, 08:55 AM IST

વિધાનસભાની કાર્યવાહી શરૂ થાય તે પહેલાં આજે વિધાનસભાના પગથિયાં પર કોંગ્રેસ દ્વારા જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ટ્રેડ ડીલ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોએ સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો અને ટ્રેડ ડીલ વિરોધી પોસ્ટરો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.

'અમેરિકાના દબાણમાં આવી ટ્રેડ ડીલ કરી છે'

આ વિરોધ પ્રદર્શનમાં અમિત ચાવડા, ઇમરાન ખેડાવાળા, જીગ્નેશ મેવાણી અને તુષાર ચૌધરી સહિત કોંગ્રેસના અનેક ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્યોએ કેન્દ્ર સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો કે વડાપ્રધાને અમેરિકાના દબાણમાં આવી ટ્રેડ ડીલ કરી છે, જે દેશના હિતમાં નથી.

ટ્રેડ ડીલ દ્વારા દેશના ખેડૂતો ને થશે નુકશાન: કોંગ્રેસ

કોંગ્રેસે વધુમાં જણાવ્યું કે આ ટ્રેડ ડીલના કારણે દેશના ખેડૂતોને ભારે નુકસાન ભોગવવું પડી શકે છે. સસ્તી આયાતના કારણે સ્થાનિક કૃષિ ઉત્પાદન પર પ્રતિકૂળ અસર થશે અને ખેડૂતોની આવક પર અસર પડશે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. કોંગ્રેસે માંગ કરી કે સરકાર ટ્રેડ ડીલની તમામ શરતો જાહેર કરે અને ખેડૂતોના હિતોને સુરક્ષિત રાખે. વિધાનસભાની કામગીરી શરૂ થાય તે પહેલાં જ થયેલા આ વિરોધ પ્રદર્શનથી રાજકીય માહોલ ગરમાયો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now