Home International Congress Party Adhivation Political Sabrmati Riverfront Gujarat Offbeatstories

ગુજરાતમાં 64 વર્ષ બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન : આગામી 8 અને 9 એપ્રિલનાં રોજ દિગ્ગજ નેતાઓ અમદાવાદનાં આંગણે

ગુજરાતમાં 64 વર્ષ બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન
Published by: OBS Bureau
Last Updated: Apr 03, 2025, 10:55 AM IST

અમદાવાદનાં સાબરમતી તટ પર આગામી 8 અને 9 એપ્રિલનાં રોજ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યું છે. ગુજરાતમાં 64 વર્ષ પછી કોંગ્રેસનું 84મું અધિવેશન યોજાશે. મહાત્મા ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બન્યાને 100 વર્ષ અને સરદાર પટેલના 150મા જન્મજયંતી વર્ષને ધ્યાનમાં રાખીને સાબરમતી નદીનાં કાંઠે હાલ તૈયારીઓ પુર જોશમાં ચાલી રહી છે. 

અમદાવાદમાં યોજાનારા આ અધિવેશનમાં 3,000 જેટલા કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહેશે. ખાસ કરીને મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને કેસી વેણુગોપાલ સહિતનાં નેતાઓ અમદાવાદમાં બે દિવસ રોકાવાના હોવાથી અમદાવાદ શહેર અને આસપાસની હોટલના 2,000 રૂમ બુક થયા છે.  ફોર અને ફાઈવ સ્ટાર હોટેલો થઈ બુક કોંગ્રેસનું આ અધિવેશન રિવરફ્રન્ટ અને સરદાર પટેલ સ્મારક ખાતે યોજાવાનું છે. જેનાં કારણે રિવરફ્રન્ટ તથા સરદાર પટેલ સ્મારક(શાહીબાગ)ની આસપાસની તમામ હોટલ હાઉસફૂલ જોવા મળી રહી છે. અહેવાલ મુજબ કોંગ્રેસના રાષ્ટ્રિય અધિવેશનના કારણે શહેરની ITC નર્મદા અને કોર્ટયાર્ડ જેવી હોટલો 8 અને 9 એપ્રિલ બન્ને દિવસ માટે હાઉસફૂલ થઈ ગઈ છે. 

કોંગી કાર્યકરોને હાજર રહે તે માટે ખાસ વ્યવ્સ્થા ઉપરાંત નેતાઓને લઈ જવા અને લાવવા માટે ખાસ પ્રકારની વ્યવસ્થા કરવમાં આવી છે. ખાસ કરીને કાર અને બસની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. એટલું જ નહીં, કોંગ્રેસના કાર્યકરોને નેતાઓની વ્યવસ્થા જાળવવા હાજર રહેવા માટે પણ જાણ કરી દેવામાંં આવી છે.

સંગઠનનાં સભ્યો અને આગેવાનોને મળશે VIP ટ્રીટમેન્ટઅધિવેશનમાં કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો જેવા કે, રેવંત રેડ્ડી(તેલંગાણા) સુખવિંદર સુખ્ખુ(હિમાચલ પ્રદેશ), સિદ્ધારમૈયા(કર્ણાટક), તે ઉપરાંત પૂર્વ મુખ્યપ્રધાનો, લોકસભા અને રાજ્યસભાના સાંસદો, વિધાનસભ્યો, કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યો, સંગઠનના અન્ય આગેવાનો માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

8 એપ્રિલે વર્કિગ કમિટી સાથે કરશે બેઠક 8મી એપ્રિલે વિસ્તૃત કોંગ્રેસ વર્કિંગ કમિટી (SWC)ની બેઠક સાથે શરૂ થનાર છે. જે પછી 9 એપ્રિલેના રોજ AICC પ્રતિનિધિઓની બેઠક યોજાશે. આ બંને બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અધ્યક્ષતા કરશે તેમજ કોંગ્રેસ સંસદીય પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધી, લોકસભામાં વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસશાસિત રાજ્યોના તમામ મુખ્યપ્રધાનો, રાષ્ટ્રીય પદાધિકારીઓ, અગ્રણી નેતાઓ અને અન્ય પ્રતિનિધિઓ હાજર રહેશે.

Follow Offbeat Stories channel on WhatsApp
https://whatsapp.com/channel/0029VbASup6Ae5VkurirGM2h


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક
આજે 31 માર્ચ
લોકસભામાં અમિત શાહનો લલકાર
‘હોર્મુઝ સ્ટ્રેટ ખોલો, નહીં તો...’,