Home Gujarat Congress Demands Neutral And Judicial Sir Operations In Panchmahal

પંચમહાલમાં SIR કામગીરી તટસ્થ અને ન્યાયિક કરવાની કોંગ્રેસની માંગ : 'ફોર્મ નંબર 7 જથ્થાબંધ રજુ થયા...', કોંગ્રેસે આવેદનપત્ર પાઠવ્યું!

પંચમહાલમાં SIR કામગીરી તટસ્થ અને ન્યાયિક કરવાની કોંગ્રેસની માંગ
Published by: OBS Bureau
Last Updated: Jan 22, 2026, 11:53 AM IST

પંચમહાલ જિલ્લામાં ચાલી રહેલી SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) કામગીરીને લઈને વિવાદ ઊભો થયો છે. SIRની કામગીરી તટસ્થ અને ન્યાયિક રીતે થાય તેવી માંગ સાથે પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા રેલી યોજી સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

'...જે બાબત શંકાસ્પદ હોવાનું જણાઈ રહ્યું છે'

કોંગ્રેસ દ્વારા રજૂ કરાયેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે SIRની કામગીરી દરમિયાન ગત તારીખ 16, 17 અને 18 જાન્યુઆરીના રોજ ફોર્મ નંબર 7 મોટા જથ્થામાં રજૂ થયા છે, જે બાબત શંકાસ્પદ હોવાનું જણાઈ રહ્યું છે. કોંગ્રેસે માંગ કરી છે કે આ ફોર્મ રજૂ કરનાર તેમજ સ્વીકારનાર અધિકારીઓના સીસીટીવી ફુટેઝ જાહેર કરવામાં આવે, જેથી સમગ્ર પ્રક્રિયામાં પારદર્શકતા રહે.

'નિર્દોષ મતદારોના હક પર અન્યાય ન થાય'

આવેદનપત્રમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, હાલ ફોર્મ નંબર 7 અચાનક મોટા પ્રમાણમાં આવી રહ્યા હોવાથી મતદાર યાદી સંબંધિત પ્રક્રિયા અંગે ગંભીર શંકાઓ ઊભી થઈ છે. તેથી સમગ્ર મામલે ગંભીરતાપૂર્વક તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. કોંગ્રેસે એવી પણ માગણી કરી છે કે મતદારો અંગે વાંધા રજૂ કરનાર વ્યક્તિઓ દ્વારા રજૂ કરાયેલા પુરાવાઓની સંપૂર્ણ તપાસ કરવામાં આવે અને ત્યારબાદ જ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે, જેથી નિર્દોષ મતદારોના હક પર અન્યાય ન થાય.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now