ગુજરાતની જનતાએ ચૂંટીને લોકસભાના મોકલેલા સાંસદોએ પોતાની ગ્રાન્ટમાંથી માત્રને માત્ર 4.2 ટકા જ ફંડનો ઉપયોગ કર્યો હોવનો ચોંકવાનારો રિપોર્ટ સામે આવ્યો છે. ગુજરાતના લોકસભાના 26 સાંસદોએ છેલ્લા એક વર્ષમાં વિકાસના કામકાજ માટે વાપરવાની ગ્રાન્ટમાં ફૂલ કરકસર કરી હોય તેવું ADRના રીપોર્ટમાં જણાઈ રહ્યું છે. કારણ કે, જેમણે માત્ર એક વર્ષમાં માત્ર 4.2 ટકા જ ફંડનો ઉપયોગ કર્યો જ્યારે 95.8 ટકા ફંડ વાપરી જ શક્યા નથી.
એક વર્ષમાં માત્ર 10.72 કરોડ રૂપિયા જ ખર્ચ્યા!
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના જાહેર કરાયેલા રિપોર્ટ મુજબ રાજ્યના 26 સાંસદોના કુલ 254.8 કરોડ રૂપિયા ફંડમાંથી માત્ર 10.72 કરોડ રૂપિયા જ ખર્ચાયા છે. જો કે, આ રિપોર્ટ સામે આવ્યા બાદ કોંગ્રેસે ભાજપ પર આકાર પ્રહારો કર્યા છે.
''ફક્ત આંગળી ઊંચી કરવા માટે સાંસદો''
કોંગ્રેસ નેતા નીશીત વ્યાસએ કહ્યું કે, ''ADRનો રિપોર્ટ સામે આવ્યો છે જે મુજબ ગુજરાતના સાંસદોએ 10 ટકા પણ ગ્રાન્ટ વાપરી નથી, માત્રને માત્ર 4 ટકા જ ગ્રાન્ટ વાપરી છે, જે ખૂબ જ શરમ જનક ઘટના છે. કાતો તેમની વિચાર શક્તિ અથવા ઈચ્છા શક્તિનો અભાવ છે. ફક્ત આંગળી ઊંચી કરવા માટે સાંસદો બનાવ્યા છે!, કોંગ્રેસે આ ગ્રાન્ટ શરૂ કરી હતી પરંતુ અત્યારે પરિસ્થિતિ જોઈ શકો છો''. વધુમાં કહ્યું કે, ''કોંગ્રેસના એક સાંસદે ઓછામાં ઓછા 70 ટકા રકમના કામની રજૂઆત કરી પણ તેમના કામો રોકવામાં આવે છે. જેમણે ટેકસ ભર્યા છે તેમના વિકાસ માટે આ રકમ આપવામાં આવે છે પણ તેમ થતું નથી''






