Home Gujarat Congress Amit Chavda Gave A Statement About The Announcement Of The State President

''સંસદથી સડક અને ગામથી ગાંધીનગર સુધી આંદોલન...'' : કોંગ્રેસના અમિત ચાવડાએ પ્રદેશ પ્રમુખ વિશે શું કહ્યું?

''સંસદથી સડક અને ગામથી ગાંધીનગર સુધી આંદોલન...''
Published by: OBS Bureau
Last Updated: Jul 11, 2025, 01:22 PM IST

ગુજરાત કોંગ્રસના નેતાઓને ગઈકાલે દિલ્હીનું તેડું આવ્યું હતું. જેના પગલે ગુજરાત કોંગ્રેસના નેતાઓ દ્વારા દિલ્હીમાં ગયા હતા. જ્યાં મિટિંગમાં ગુજરાત કૉંગ્રેસના નેતાઓનું રાષ્ટ્રીય નેતાઓ સાથે વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. અમિત ચાવડાએ જણાવ્યું કે, ''રાહુલ ગાંધીએ ગુજરાતના નેતાઓ સાથે વન-ટૂ-વન બેઠકમાં વાત કરી હતી. તેમણે ગુજરાતના પ્રશ્નોને રજૂ કરવા માટે તથા કોંગ્રેસને આગળ વધારવા માટે લડવાની વાત કરી છે''
''કોંગ્રેસના યોજનાબદ્ધ કાર્યક્રમોને નક્કી કરવામાં આવશે''
અમિત ચાવડાએ કહ્યું કે, ''ચાલુ મહિનાના અંતે નવ નિયુક્ત જિલ્લા પ્રમુખોની ત્રણ દિવસીય તાલીમ યોજાશે. આ તાલીમ દરમિયાન, પાર્ટીની નીતિ અને કોંગ્રેસના યોજનાબદ્ધ કાર્યક્રમોને નક્કી કરવામાં આવશે'' ચાવડાએ જણાવ્યું કે, ''કોંગ્રેસે આગામી અઢી વર્ષ માટે એક રણનિતિ તૈયાર કરવાની યોજના બનાવવી છે, જેના માટે ગુજરાતમાં આંદોલનાત્મક કાર્યક્રમો યોજાશે અને આંદોલનના અંતર્ગત, ઓગસ્ટ મહિને રાજકીય ક્રાંતિના મહિને સંસદથી સડક અને ગામથી ગાંધીનગર સુધી આંદોલન કર્યક્રમો થશે'' તેમણે કહ્યું કે, ''રાહુલ ગાંધીને તાલીમ કાર્યકમમાં માર્ગદર્શન આપવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે અને તેમણે આ આમંત્રણનો સ્વીકાર કર્યો છે".

અમિત ચાવડાના સરકાર પર પ્રહાર?
ગુજરાતના વિવિધ શહેરોમાં બની રહેલી દુર્ઘટનાઓ પર કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે, ''ગુજરાતમાં કમિશન વાળી સરકારમાં લોકોના જીવની કોઈ કિંમત નથી. મોરબી, વડોદરા, સુરત અને હવે ગંભીરા બ્રિજના તૂટી જવાના કારણે અનેક લોકોના જીવ ગુમાવ્યા છે. આ દુર્ઘટનાઓ એ દર્શાવે છે કે સરકારના વહીવટમાં ગંભીર બેદરકારી દર્શાવવામાં આવી છે.'' ચાવડાએ વધુમાં કહ્યું, ''આ સરકાર આ પ્રકારની દુર્ઘટનાઓમાંથી શીખવાની બદલે, જ્યારે આવી ઘટનાઓ થાય ત્યારે માત્ર તપાસ કરીને સહાય અને આશ્વાસન આપે છે, પરંતુ કઈ પણ સચોટ પગલાં ભરવાનું ટાળી રહી છે.''
''આજે ગુજરાતના લોકો સુરક્ષિત નથી''
તેમણે કહ્યું કે, ''કોઈ પરિવારનો ચિરાગ, જ્યારે બુઝી જાય છે, તો એ પરિવાર પર શું વીધે ?, ગુજરાતમાં છેલ્લા થોડાક સમયમાં 21 જેટલા બ્રિજ તૂટી ગયા છે, આજે ગુજરાતના લોકો સુરક્ષિત નથી. જે લોકો સત્તામાં છે, તેમની જવાબદારી એ છે કે તેઓ ગુજરાતના લોકોને સુરક્ષા આપે''

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now