અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં દુષ્કર્મની ઘટના બની છે. દુષ્કર્મ આચરીને કુલ 4.50 લાખ રૂપિયા પડાવ્યા. સમગ્ર ઘટનાની વિગતવાર વાત કરીએ તો કૃષ્ણનગરમાં 45 વર્ષીય મહિલા માતા સાથે રહે છે. જેમાં પતિ સાથે મનમેળ ના હોવાથી છુટાછેડા લીધા હતા. જેમાં ચાર વર્ષ પહેલા તે કેરટેકર તરીકે કુબેરનગરમાં નોકરી કરતી હતી. ત્યાં ચાની કીટલી પર વાલજી ચારણ અવારનવાર આવતો-જતો હોવાથી મહિલાને તેની સાથે પરિચય થયો હતો. બાદમાં બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો.
વાલજીએ તેને લગ્નની લાલચ આપીને મહિલા સાથે અનેકવાર દુષ્કર્મ આચર્યુ હતુ. આટલું જ નહિ લોડિંગ રિક્ષાના રિપેરીંગ કામ માટે થઇને ટુકડે-ટુકડે 4.50 લાખ રૂપિયા પ્રેમિકા પાસેથી પડાવી લીધા હતા. જેથી પ્રેમિકાએ લગ્ન માટે કહેતા બહાના બતાવતો હતો. ત્યારે રૂપિયા પરત માંગતા કમાઇને આપીશ તેમ જણાવતો હતો. પરંતુ ઘણો સમય થયો હોવા છતાં લગ્ન કરતો ન હતો. બાદમાં પ્રેમીએ પ્રેમિકાને હવે તુ લગ્ન માટે કહીશ તો મારી નાખીશ અને ટુકડા કરી ફેંકી દઇશ. લાશ પણ કોઇને નહિ મળે તેવી ધમકી આપી હતી. આ અંગે પ્રેમિકાએ પ્રેમિ વાલજી સામે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
"ખાડિયાના ધારાસભ્ય અને આખી કોગ્રેસની માનસિકતા અસ્થિર થઈ ગઈ છે": ઈમરાન ખેડાવાલાના નિવેદન બાદ ભૂષણ ભટ્ટનો વળતો જવાબ





