Home Gujarat Complaint Filed Against Person Who Attacked Police Near Saber Dairy

સાબર ડેરી પાસે પોલીસ પર હુમલો કરનાર ઉપર ફરિયાદ દાખલ : 74 આગેવાન સહિત 1000 લોકો સામે ફરિયાદ, આ નેતાનું નામ સામેલ

સાબર ડેરી પાસે પોલીસ પર હુમલો કરનાર ઉપર ફરિયાદ દાખલ
Published by: OBS Bureau
Last Updated: Jul 15, 2025, 07:35 AM IST

ગઈકાલે, બંને જિલ્લાના પશુપાલકોએ ભાવ વધારા મુદ્દે સૂત્રોચ્ચાર કર્યા હતા, જેના કારણે સાબર ડેરી પાસે તણાવ સર્જાયો હતો. ભીડને વિખેરવા માટે 50 ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા. આ ઘટનામાં ત્રણથી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. પોલીસે 60 પશુપાલકોની અટકાયત કરી હતી. તે જ સમયે, પોલીસે નેતાઓ અને 100 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધી છે.

ગઈકાલે સાબર ડેરી ખાતે ભાવ વધારા સામે પશુપાલકોએ વિરોધ કર્યો હતો. આ દરમિયાન પોલીસ અને પશુપાલકો વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો અને 50 ટીયર ગેસના શેલ છોડ્યા હતા. આ ઘટનામાં પથ્થરમારો પણ થયો હતો. જેમાં પોલીસ વાહનોને નુકસાન થયું હતું અને ત્રણ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. પોલીસે આ ઘટનામાં કેસ નોંધ્યો છે. પશુપાલકો અને પોલીસ વચ્ચેના અથડામણમાં સામેલ 74 આગેવાનો સહિત 1,000 લોકોના ટોળા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

પોલીસ પર હુમલો કરવાનું કાવતરું ઘડવાનો ગુનો નોંધ્યો છે, જેમાં હુમલો અને નુકસાન પહોંચાડવાનો પણ સમાવેશ થાય છે. પૂર્વ ધારાસભ્ય અને સાબરડેરીના ડિરેક્ટર જશુ પટેલ, રણજીતસિંહ સોલંકી અને કશ્યપ પટેલ અને સાબરકાંઠા બેંકના પૂર્વ વાઈસ ચેરમેન રાજેન્દ્રસિંહ ભાટી સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની ભૂમિકા અંગે પણ તપાસ હાથ ધરાઈ શકે છે. સમગ્ર ઘટનાને લઈ પીઆઈ ચૌધરીએ ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now