અમદાવાદના શાહિબાગમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. શાહીબાગમાં રહેતી યુવતીને રાજસ્થાનના યુવક સાથે સગાઇ થઇ હતી. જે બાદ યુવકે લગ્નની લાલચ આપીને ઠંપાપીણામાં કેફી પદાર્થ ભેળવીને બેભાન કરીને દુષ્કર્મ આચર્યુ હતુ. આટલું જ નહિ અનેકવાર દુષ્કર્મ આચરીને અકુદરતી સંબંધ પણ બાંધ્યો હતો. તેમજ તારા નગ્ન ફોટા મારી પાસે પડ્યા છે આ અંગે કોઇને જાણ ન કરતી તેવી ધમકી આપી હતી. બાદમાં યુવકે લગ્ન કરવાની મનાઇ કરી હતી. આ અંગે યુવતીએ યુવક સામે શાહિબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
શાહિબાગમાં રહેતી રેખા ( નામ બદલેલ છે )ના લગ્ન રાજસ્થાન ખાતે થયા હતા પરંતુ પતિ સાથે મન મેળ ન હોવાને કારણે વર્ષ 2022માં છુટાછેડા લીધા હતા. ત્યારબાદ વર્ષ 2024માં રાજસ્થાન ખાતે સમાજનું સંમેલન હતુ ત્યારે રેખાનો સંપર્ક તેના જ સમાજના રાજેશ શાહ સાથે થયો હતો. પછી રાજેશ અમદાવાદ આવ્યો હતો. ત્યારે રેખાની માતાએ જણાવ્યું હતું કે, અમારી પરિસ્થિતિ સારી નથી તેથી દહેજ નહીં આપી શકીયે. બાદમાં બન્ને પરિવાર લગ્ન કરવા તૈયાર થઇ ગયા હતા અને સગાઇ કરાવી હતી. બાદમાં રેખા પોતાના વતન રાજસ્થાન ગઇ હતી. ત્યારે ત્યાં રાજેશ આવ્યો હતો અને પોતાની સાથે ઠંડાપીણામાં કેફી પદાર્થ ભેળવ્યો હતો. જે ઠંડુ પીણુ રેખાએ પીતા જ બેભાન થઇ હતી. તે ભાનમાં આવી ત્યારે માથામાં દુઃખાવો થતો હતો. તેની પોતાની સાથે કંઇ અજુગતુ બન્યાની લાગ્યું હતું. જેથી તેને રાજેશને પૂછતા જણાવ્યુ કે આપણી સગાઇ થઇ ગયેલ છે. આપણાં હવે ટુંક સમયમાં લગ્ન થવાના છે, અને તું માને નહી જેથી મે તારી જાણ બહાર આમ કરેલ છે. તુ તારી માતાને કહેતી નહી.
ત્યારબાદ અવાર નવાર રાજેશે રેખા સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. ગત 14 જાન્યુઆરીએ રાજેશે અકુદરતી સબંધ બાંધતા રેખાએ તેનો વિરોધ કર્યો હતો. ત્યારે રાજેશે જણાવ્યું હતું કે, તારા નગ્ન ફોટા મારી પાસે છે. તારી મમ્મીને કોઇ વાત કરતી નહી અને જો કહીશ તો તારી સાથે લગ્ન કરીશ નહી. જેથી રેખાએ કોઇને વાત કરી ન હતી. બીજી તરફ પ્રેગ્નન્સી ટેસ્ટ કિટથી ચેક કરતા તે ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે રાજેશને કહેતા તેણે કહ્યું હતું કે આપણા લગ્ન થયા નથી તો હાલમાં બાળકની જરૂર નથી કહીને ગર્ભપાત કરાવ્યો હતો. બાદમાં રાજેશે ફોન બંધ કરીને લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો. આ અંગે રેખાએ રાજેશ સામે શાહિબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
"ખાડિયાના ધારાસભ્ય અને આખી કોગ્રેસની માનસિકતા અસ્થિર થઈ ગઈ છે": ઈમરાન ખેડાવાલાના નિવેદન બાદ ભૂષણ ભટ્ટનો વળતો જવાબ





