Home Gujarat Complaint Filed Against Person For Harassing A Girl In Ahmedabad

યુવતીઓ માટે અમદાવાદ સુરક્ષિત? : જાહેરમાં છેડતી અને અપશબ્દો કહેતા નોંધાઈ ફરિયાદ

યુવતીઓ માટે અમદાવાદ સુરક્ષિત?
Published by: OBS Bureau
Last Updated: Apr 18, 2025, 06:22 PM IST

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતી યુવતી કામ માટે રાત્રે બહાર નિકળી હતી. ત્યારે યુવકે યુવતી સામે ચેનચાળા કર્યા હતા. જેથી યુવતીએ આ મામલે પુછતા યુવકે ગાળો આપી હતી અને રસ્તામાં જ તેને પકડી લીધી હતી. આ સમયે બૂમાબૂમ થતા યુવકે યુવતીને છોડી હતી પરંતુ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે યુવતીએ યુવક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી છે.

શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં 34 વર્ષિય સ્નેહા(ઓળખ છુપાવા નામ બદલ્યું છે) પરિવાર સાથે રહે છે અને ઘરકામ કરે છે. સ્નેહા પોતાના ઘરે હાજર હતી અને પિતા કામ માટે ગયા હતા. આ દરમિયાન સ્નેહાને કામ હોવાને કારણે તે ઘરની બહાર નિકળી હતી. ત્યારે રસ્તામાં હરીશ પાટીલ નામનો યુવક મળ્યો હતો. સ્નેહાને જોઇ હરીશે ગંદા ઇશારા તેમ જ ચેન ચાળા કરવા લાગ્યો હતો. ત્યારે સ્નેહાએ તેને જણાવ્યું હતું કે, કેમ મને જોઇ ઇશારા કરે છે આટલું કહેતા જ તે ઉશ્કેરાઇ ગયો હતો અને ગાળો બોલવા લાગ્યો હતો.

વધુ વિવાદ ન થાય માટે સ્નેહા ત્યાંથી ચાલવા લાગી હતી. જો કે, હરીશ તેની પાછળ આવ્યો હતો અને તેને રસ્તામાં પકડી લીધી હતી. આ સમયે બૂમાબૂમ થતા આસપાસના લોકો એકત્ર થઇ ગયા હતા. જેથી હરીશે સ્નેહાને છોડી દીધી હતી. જો કે, ધમકી આપી હતી કે, તને હું આજે નહીં તો કાલે છોડીશ નહીં જાનથી મારી નાંખીશ. આવી ધમકી બાદ સ્નેહાએ પતિને જાણ કરી હતી. ત્યારબાદ આ મામલે સ્નેહાએ હરીશ સામે કૃષ્ણનગર પોલીસ મથકમાં છેડતી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now