અમદાવાદથી પતિ પત્ની ઔર વોની એક એવી ઘટના સામે આવી છે. જે જાણીને આપ ચોંકી જશો. ઈસનપુરમાં લગ્નના એક મહિના પત્નીને પતિના અન્ય મહિલા સાથેના સંબંધની જાણ થતા તેની વાત કરતાં પતિએ તેને માર માર્યો અને કહ્યું કે હું તેને નહિ છોડી શકુ. એટલું જ નહિ પતિએ સાસરીમાં જઇને મકાન અને ધંધો કરવા માટે રૂપિયા પણ લઇ આવ્યો હતો. પતિએ સાસુને ફોન કરીને તારી છોકરીને અહિંયાથી લઇ જા નહીં તો તેને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આ અંગે કંટાળીને પરિણીતાએ પતિ અને સાસુ સામે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
ઘટનાની વગતવાર વાત કરીએ તો ઈસનપુરમાં 24 વર્ષીય પરવિનબાનુ શેખ પરિવાર સાથે રહે છે. તેમને વર્ષ 2021માં અબ્દુલ કાદિર શેખ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન બાદ પરિણીતા સંયુક્ત પરિવારમાં રહેવા ગઇ હતી. લગ્નના એક મહિના બાદ પતિના અન્ય મહિલા સાથેના સંબંધની જાણ પત્નીને થઇ હતી. જેથી તેને પતિને આ અંગે વાત કરતા તે ઉશ્કેરાઇને બિભત્સ ગાળો બોલીને માર મારવા લાગ્યો હતો. બાદમાં આ અંગે સાસુ રેહાનાબાનુને કહેતા મારો પુત્ર સુધરી જશે તેવું આશ્વાન આપ્યુ હતુ. તેમજ પતિને પત્ની વિશે ચઢામણી કરતા હતા. આટલું જ નહિ પતિએ સાસુ-સસરા પાસે જઇને ધંધો કરવા અને મકાન બનાવવા માટે રૂપિયા લીધા હતા. જ્યારે પત્નીને ફરીથી પતિના અન્ય મહિલા સાથેના સંબંધની જાણ થતા પતિને વાત કરતા આ મારો પહેલો અને છેલ્લો પ્રેમ છે તેને હું નહીં છોડી શકું તેમ કહીને મારઝુડ કરી હતી. તેમજ સાસુને ફોન કરીને તારી છોકરીને અહીંથી લઇ જા, નહિ તો તેને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જેથી માતા-પિતા પુત્રીને પિયરમાં લઇ ગયા હતા. કંટાળીને પરિણીતાએ પતિ અને સાસુ સામે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
"ખાડિયાના ધારાસભ્ય અને આખી કોગ્રેસની માનસિકતા અસ્થિર થઈ ગઈ છે": ઈમરાન ખેડાવાલાના નિવેદન બાદ ભૂષણ ભટ્ટનો વળતો જવાબ





