Home Gujarat Commonwealth Games Golden Jubilee In Ahmedabad

Commonwealth Games ની સુવર્ણ જયંતી અમદાવાદમાં : 1930 થી લઇને 2030ની સુવર્ણ સફર

Commonwealth Games ની સુવર્ણ જયંતી અમદાવાદમાં
Published by: OBS Bureau
Last Updated: Nov 28, 2025, 03:59 AM IST

અહેવાલ: Samir Shukla (Senior Journalist), New Jersey, USA

ગુજરાતમાં વિકાસનો સૂરજ ક્યારેય આથમ્યો નથી. દેશના વિકાસની વાત હોય કે ભારતવાસીઓના હિતની, ગુજરાતે હંમેશા દેશને નવો રાહ ચિંધ્યો છે. દેશના અન્ય રાજ્યો જ નહીં પરંતુ વિશ્વના દેશોમાં ગુજરાતીઓનો દબદબો છે. મહાત્મા થી મોદી સુધીના યુગમાં અનેક લડવૈયાઓ, નેતાઓ, ઉદ્યોગપતિઓ, વૈજ્ઞાનિકો, કલાકારો અને ખેલાડીઓએ પોતાનો પરચમ લહેરાવ્યો છે. આ મહાન સપૂતો ભારત દેશનું ગૌરવ છે.

અમદાવાદના આંગણે અવસર!

આવો વધાવી લઇએ આ નવા સોપાનને, જે દેશમાં અતિથિને દેવ માનવામાં આવે છે. ત્યારે 72 દેશના ખેલાડીઓ, પ્રતિનિધિઓને ગુજરાતના ગૌરવ સમાન અમદાવાદ શહેરની ઉત્કૃષ્ટ ઝલક બતાવીએ, મહેમાનગતિથી દરેક અવસરને મહેકાવીએ. આ એક સુવર્ણ અવસર છે કારણકે કોમનવેલ્થ ગેમ્સની શરૂઆત 1930 માં થઈ અને 2030ના વર્ષમાં 100 વર્ષ પૂરા થવા જઈ રહ્યાં છે ત્યારે કોમનવેલ્થ ગેમ્સની સુવર્ણ જયંતી અમદાવાદના આંગણે થવા જઈ રહી છે.

1930માં કેનેડાના હેમિલ્ટન, ઓન્ટારીઓમાં કોમનવેલ્થ ગેમ્સની શરૂઆત થઈ હતી. તે સમયે 11 દેશનાના 400 ખેલાડીઓએ ભાગ લીધો હતો અને હવે 2030માં ભારતના અમદાવાદ શહેરમાં આ પ્રતિષ્ઠિત ગણાતી કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થવા જઈ રહ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now