Gujarat Weather: સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકથી ઠંડીમાં આંશિક રાહત મળી રહી છે. આ દરમિયાન હવામાન વિભાગે આગામી સાત દિવસ ગુજરાતમાં ઠંડી વધશે કે ઘટશે તે અંગેની આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુરુવારે ગુજરાતનું કાશ્મીર ગણાતું નલિયામાં તાપમાન સૌથી નીચું નોંધાયું હતું. નલિયામાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન 5.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ સાથે કંડલા એરપોર્ટમાં 6.5, રાજકોટમાં 8.3, વડોદરામાં 9.2, પોરબંદરમાં 9.6, ડીસામાં 9.8, ભાવનગરમાં 11.7, ગાંધીનગરમાં 12.2, અમદાવાદમાં 12.8 તથા સુરતમાં 16.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
ઠંડીમાં થશે વધરો
હવામાન વિભાગે જણાવ્યું કે, ગુજરાતમાં આગામી સાત દિવસ હવામાન શુષ્ક રહેશે. આ સાથે આગામી 24 કલાકમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી જેટલો વધારો થઈ શકે છે. જ્યારબાદ ફરીથી બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા છે. રાજ્યમાં આગામી 48 કલાક બાદ તાપમાનમાં ફરીથી તાપમાનમાં ઘટાડો નોંધાવાની સાથે કડકડતી ઠંડીમાં વધારો થશે.
હવામાન વિભાગે વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં પવનની દિશા બદલાઈને પૂર્વથી દક્ષિણ પૂર્વ થઈ ગઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જ્યારે આવે છે ત્યારે પહેલા તાપમાન વધે છે અને તે બાદ તાપમાનમાં ઘટાડો નોંધાય છે. 10મી તારીખે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે જેના કારણે તાપમાન ઊંચુ જોવા મળશે. જે બાદ ફરીથી તાપમાનમાં ઘટાડો નોંધાશે.
પરેશ ગોસ્વામીએ શું કહ્યું?
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ હવામાન અંગે આગાહી કરતા જણાવ્યું છે કે, ગુજરાતમાં 15મી જાન્યુઆરી સુધી ઠંડી અને પવનનું પ્રમાણ વધારે રહેશે. પવનની સ્પીડ હાલ વધારે જોવા મળી હતી. પવનની ગતિમાં સામાન્ય ઘટાડો નોંધાશે. તેમજ ગુજરાતમાં હાલ ધુમ્મસ વાતાવરણ જોવા મળી રહ્યું છે. જો કે, સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઝાકળ જોવા મળશે. 12મી જાન્યુઆરી સુધી આ ઝાકળ રહેશે.
આસારામના પુત્ર નારાયણ સાંઈના આખરે છૂટાછેડા: પત્ની જાનકી હરપાલાણીને આપવા પડશે આટલા કરોડ રૂપિયા






