Home Health-lifestyle Cockroach Lifespan Nuclear Attack Myth Facts Gujarati

કેટલા વર્ષ જીવે છે વંદો? આયુષ્ય જાણીને થઈ જશો હેરાન : પરમાણુ હુમલો પણ નથી બગાડી શકતો વાળ વાંકો!

how many years does a cockroach live
Published by: Viral Patel
Last Updated: May 22, 2026, 03:05 PM IST

how many years does a cockroach live: સોશિયલ મીડિયા પર આજકાલ 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) ખૂબ ચર્ચામાં છે, જેના ઇન્સ્ટાગ્રામ પર ગણતરીના દિવસોમાં જ 10 મિલિયનથી વધુ ફોલોઅર્સ થઈ ગયા છે. એક મીમ (Meme) તરીકે શરૂ થયેલી આ પાર્ટી હવે સોશિયલ મીડિયા પર સેન્સેશન બની ચૂકી છે. આ દરમિયાન લોકો ઇન્ટરનેટ પર વંદા (કોકરોચ) વિશે ખૂબ સર્ચ કરી રહ્યા છે, પરંતુ શું તમે જાણો છો કે વાસ્તવમાં વંદાનું આયુષ્ય કેટલું હોય છે?

વંદાથી પરેશાન છે ભારતીયો

વંદાને ભારતમાં કેટલાક વિસ્તારોમાં 'તેલચટ્ટા' તરીકે પણ ઓળખવામાં આવે છે, જે લગભગ દરેક ઘરમાં જોવા મળે છે. સામાન્ય જનતા વંદાથી ખૂબ પરેશાન રહે છે અને તેને ઘરથી ભગાડવા માટે માર્કેટમાં કેટલાય પ્રકારના પ્રોડક્ટ્સ પણ ઉપલબ્ધ છે. વંદા વિશે એવું પણ કહેવાય છે કે આ જીવ પરમાણુ હુમલાને પણ સહન કરીને જીવતો રહી શકે છે.

કોકરોચ જનતા પાર્ટીના સ્થાપકના માતા-પિતાનો ઘટસ્ફોટ : "પોલીસના ડરથી રાતે ઊંઘ નથી આવતી", બીજું જે કહ્યું એ જાણીને તમે પણ ચોંકી જશો

ઉનાળામાં બહાર નીકળે છે વંદા

-1-2

મોટેભાગે ઉનાળામાં દેખાતા વંદા ઘરોમાં ખાસ કરીને કિચન (રસોડા) અને બાથરૂમમાં જોવા મળે છે. તેને ઘરથી પૂરી રીતે ભગાડવા મુશ્કેલ છે, ઘણા લોકો તો તેને જોઈને ડરી પણ જાય છે. વંદા માત્ર ઘરમાં ગંદકી જ નથી ફેલાવતા, પરંતુ તેનાથી બીમારીઓ ફેલાવવાનો પણ ખતરો રહે છે.

કેટલા વર્ષ જીવે છે વંદો?

ઘણા લોકો તો વંદાને જોતાની સાથે જ મારી નાખે છે, પરંતુ વાસ્તવમાં વંદાની ઉંમર કેટલી હોય છે તે કદાચ જ તમને ખબર હશે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે એક સામાન્ય વંદાનું સરેરાશ આયુષ્ય લગભગ 6 મહિનાથી એક વર્ષ સુધીનું હોય છે. જ્યારે વંદાની કેટલીક પ્રજાતિઓ 2 વર્ષ સુધી પણ જીવતી રહે છે.

એક વારમાં કેટલા ઈંડા આપે છે માદા વંદો?

તમને જાણીને નવાઈ લાગશે કે માદા વંદો એક વારમાં 10 થી 18 ઈંડા આપે છે. આ જ કારણ છે કે જો તમારા ઘરમાં 2 વંદા હોય, તો ખૂબ જ ટૂંક સમયમાં તેમની વસ્તી વધીને 18 કે તેથી વધુ થઈ શકે છે. ઈંડામાંથી વંદાના બચ્ચા બહાર આવવામાં 28 થી 60 દિવસનો સમય લાગે છે.

નર અને માદા વંદાની ઓળખ કેવી રીતે કરવી?

-1-2-3-4

નર અને માદા વંદાની ઓળખ કરવી ખૂબ જ સરળ છે. સામાન્ય રીતે નર વંદાની પાંખો તેના શરીર કરતાં ઘણી મોટી હોય છે, જ્યારે માદા વંદાની પાંખો નાની હોય છે અથવા તો કેટલીકવાર માદા વંદો પાંખો વગરની પણ હોય છે.

"કોકરોચ જનતા પાર્ટીનું સિમ્બોલ મળે તો ત્યાંથી જ લડી લઈશ ચૂંટણી" : સપાના મંચ પરથી અબ્બાસ અંસારીએ આપ્યું મોટું નિવેદન

શું પરમાણુ હુમલો સહન કરી શકે છે વંદો?

ઘણા અહેવાલોનું માનીએ તો, હા, વંદા પરમાણુ બોમ્બ સહન કરવાની ક્ષમતા ધરાવે છે. જોકે બધા જ નહીં, પરંતુ મોટી સંખ્યામાં વંદા એટલા મજબૂત હોય છે કે તેમની આખી પ્રજાતિ પરમાણુ હુમલામાં પણ બચી શકે છે. મોટાભાગના વંદા મધ્યમ સ્તરનું રેડિયેશન (વિકિરણ) સહન કરી લે છે, જ્યારે આશરે 20% વંદા પરમાણુ બોમ્બના અત્યંત ઉચ્ચ સ્તરના રેડિયેશન (10,000 રેડ)ને પણ સહન કરી શકે છે.

માથું કપાયા પછી પણ જીવતો રહે છે વંદો!

મજેદાર વાત એ છે કે હિરોશિમા પર પરમાણુ બોમ્બ ઝીંકાયા બાદ, તેના બ્લાસ્ટ લોકેશનથી માત્ર 1000 ફૂટ દૂર પણ વંદા સંપૂર્ણપણે સ્વસ્થ અને સામાન્ય હાલતમાં મળી આવ્યા હતા. બીજો એક રસપ્રદ ફેક્ટ એ પણ છે કે માથું કપાઈ ગયા પછી પણ વંદો 2 અઠવાડિયા (14 દિવસ) સુધી જીવતો રહી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now