ઘરમાં ભલે કેટલીય સફાઈ રાખવામાં આવે છતાં રસોડાના ખૂણાઓ, સિંકની નીચે, ગેસ પાછળ અથવા સ્ટોરરૂમમાં કોકરોચ જોવા મળતા જ હોય છે. આ જીવાતો માત્ર ગંદકી જ ફેલાવતા નથી પરંતુ ખોરાકને ખરાબ પણ કરે છે અને અનેક બીમારીઓ ફેલાવે છે. ખાસ કરીને કિચનમાં કોકરોચની હાજરી ફૂડ પોઈઝનિંગ જેવી સમસ્યાઓનું જોખમ વધારી શકે છે. કોકરોચ ભગાડવા માટે બજારમાં મળતા કેમિકલ સ્પ્રે, ચોક અથવા જેલનો ઉપયોગ ઘણા લોકો કરે છે, પરંતુ આવા ઉત્પાદનો બાળકો અને પાળતુ પ્રાણીઓ માટે જોખમી બની શકે છે. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા પર ‘પૂજા કી રસોઈ’ નામથી જાણીતી એક ક્રિએટરે ઘરેલું અને નેચરલ ઉપાય શેર કર્યો છે, જે હાલ લોકોમાં ખૂબ ચર્ચામાં છે.આ ઉપાયમાં આદુ, લીંબુ અને બેકિંગ સોડાનો ઉપયોગ કરીને ઘરે જ નેચરલ કોકરોચ રિપેલેન્ટ સ્પ્રે બનાવવી શકાય છે.
ઘરેલું સ્પ્રે બનાવવાની રીત
આ ઘરેલું સ્પ્રે બનાવવા માટે સૌથી પહેલા આદુનો એક મોટો ટુકડો લો અને તેને સારી રીતે ધોઈ લો. ત્યારબાદ તેને પીસી લો. આદુમાં કુદરતી રીતે તીવ્ર અને મસાલેદાર સુગંધ હોય છે જે કોકરોચને સહન થતી નથી. પીસેલા આદુમાંથી નીકળતો રસ પાણીમાં સારી રીતે ભળી જાય છે જે કોકરોચના શ્વસનતંત્રને અસર કરે છે. પરિણામે કોકરોચ તે જગ્યાથી દૂર ભાગવા લાગે છે.
આ પણ વાંચો: તમારું ફેવરિટ જીન્સ કેમ જલ્દી ઝાંખું થઈ જાય છે? : અપનાવો આ 5 ડેનિમ કેર હેક્સ
લીંબુનો સિટ્રિક એસિડ પણ ખૂબ અસરકારક
હવે પીસેલા આદુમાં એક ગ્લાસ સ્વચ્છ પાણી ઉમેરો. ત્યારબાદ તેમાં અડધું લીંબુ નિચોવી દો. લીંબુમાં રહેલું સિટ્રિક એસિડ કુદરતી ક્લીનર અને જીવાણુનાશક તરીકે કામ કરે છે. લીંબુની ખાટી સુગંધ કોકરોચને દૂર રાખવામાં મદદ કરે છે. સાથે જ તે જગ્યાએ રહેલા બેક્ટેરિયા અને દુર્ગંધને પણ ઘટાડે છે, જેના કારણે નવા કોકરોચ ફરી ત્યાં આવવાની શક્યતા ઓછી થાય છે.
બેકિંગ સોડા
હવે આ મિશ્રણમાં અડધી ચમચી બેકિંગ સોડા ઉમેરો. બેકિંગ સોડા ઉમેરતા જ તેમાં નાની રસાયણિક પ્રતિક્રિયા જોવા મળશે. બેકિંગ સોડા કોકરોચ માટે ધીમા ઝેરની જેમ કામ કરે છે. જ્યારે કોકરોચ આ સ્પ્રેના સંપર્કમાં આવે છે, ત્યારે તે તેમના પેટની અંદરની પ્રક્રિયાને અસર કરે છે અને તેઓ તે જગ્યાથી ભાગવા લાગે છે.
આ પણ વાંચો: ઉનાળામાં ફ્રિજનું ઠંડું પાણી પીવું કેટલું યોગ્ય? : જાણો સાચી માહિતી
મિશ્રણ ગાળી સ્પ્રે બોટલમાં ભરો
બધી સામગ્રીને ચમચીની મદદથી સારી રીતે મિક્સ કરો. હવે ઝીણી ચાલણીથી આ મિશ્રણને ગાળી લો જેથી આદુના રેસા અલગ થઈ જાય. જો મિશ્રણને ગાળ્યા વગર સ્પ્રે બોટલમાં ભરવામાં આવશે તો બોટલનો પાઈપ બંધ થઈ શકે છે. ગાળ્યા બાદ આ લિક્વિડને ખાલી સ્પ્રે બોટલમાં ભરી દો. હવે તમારું હોમમેડ કોકરોચ રિપેલેન્ટ તૈયાર છે.
કઈ જગ્યાએ સ્પ્રે કરવો વધુ અસરકારક?
આ સ્પ્રેનો છંટકાવ ખાસ કરીને એવી જગ્યાઓ પર કરો જ્યાં કોકરોચ વધુ જોવા મળે છે. જેમ કે,
કિચન સિંકની નીચે
ગેસ સ્ટોવ પાછળ
ડસ્ટબિન આસપાસ
ફ્રિજ અને માઇક્રોવેવની નીચે
સ્ટોરરૂમના ખૂણાઓ
આ પણ વાંચો: AC સાથે ફેન ચલાવી સકાય કે નહીં? : વીજળી બચત અંગે જાણો સચોટ સત્ય
રાત્રિના સમયે કોકરોચ વધુ સક્રિય રહે છે તેથી સૂતા પહેલાં આ જગ્યાઓ પર સ્પ્રે કરવો વધુ અસરકારક માનવામાં આવે છે. અઠવાડિયામાં 2થી 3 વખત આ સ્પ્રેનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે આ સંપૂર્ણ નેચરલ અને કેમિકલ-ફ્રી છે તેથી રસોડામાં તેનો ઉપયોગ સુરક્ષિત માનવામાં આવે છે. સાથે જ ઘરમાં સફાઈ રાખવી પણ ખૂબ જરૂરી છે. રાત્રે કિચનમાં જઠ્ઠા વાસણો ન રાખવા, સિંક સુકું રાખવું અને ખોરાક ખુલ્લો ન મૂકવો જેવી બાબતોનું ધ્યાન રાખવાથી કોકરોચની સમસ્યા ઘણી હદ સુધી ઓછી થઈ શકે છે.





